આ પુત્ર છે કે પનોતી / માત્ર 40 રૂપિયા માટે પિતાની હત્યા કરી, પિતાએ પૈસા ન આપતા પુત્રએ કર્યું એવું કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

દુકાનદારને આપવા પુત્રે પિતા પાસે રૂપિયા માગ્યા હતા , ‘મજૂરી કરી રૂપિયા આપજે’ કહેતાં આવેશમાં પગલું, કિશોરના ભાઈએ ફરિયાદ નોંધાવી

નસવાડીના ડુંગર વિસ્તારના દામણીઆંબા ગામે રેહતા ઈશ્વરભાઈ કાંડીયાભાઈ ડું ભીલનો સૌથી નાનો પુત્ર સગીર વયનો છે. તેને 40 રૂા. એક દુકાનમા આપવાના હતા. જેને લઈ તે પિતા પાસે રૂપિયાની માગ કરતા પિતાએ મજૂરી કરી રૂપિયા આપજો તેવુ જણાવ્યું હતું. છતાંય પુત્ર આવેશમા આવી ઘરમાં પડેલ તુવર વેચવા જતા પિતાએ તેને અટકાવેલ અને ઘરમાં દાળ ખાવા તુવર રહેવા દે, કરી પિતાએ જણાવ્યું હતું. પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતા પુત્ર આવેશમા આવી ને પિતાને માથે લાકડા અને લોખડની પરાઈના ફટકા મારી કરપીણ હત્યા કરીને સ્થળ પરથી ભાગી ગયો હતો.

પિતાના પરિવારમા અન્ય પુત્રો સાંજના ઘરે આવતા પિતાને જોઈ બધા મુંઝવણમા મુકાયા હતા. પરંતુ તેમના જ પુત્ર હત્યા કરી ભાગી ગયો હોવાથી આખરે ગ્રામજનોએ ડુંગર પરથી તેને પકડ્યો હતો. અને રાત્રે પોલીસને જાણ કરી આરોપીને પોલીસને સોંપેલ હતો. વેહલી સવારના પિતાની લાશ લઈ નસવાડી સરકારી દવાખાનામા પીએમ માટે લવાઈ હતી. જે લાશ બપોરના 3-30 કલાકે પરિવારને આપાઈ હતી. એટલે 9 કલાક સુધી સરકારી દવાખાનાના ડોકટર પોલીસ, અને ડોક્ટરોની બેદરકારીને લઈ લાશ લેવા બેસી રહ્યા હતા.

મોટા પુત્રએ ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી
આદિવાસી ગ્રામજનોને લાશનું પી એમ કલાકો સુધી બોડી ફેંકી રાખ્યા બાદ પણ કરી નથી આપતા નું ગ્રામજનો આક્ષેપ કર્યો હતો. અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ પોલીસ અને ડોક્ટરોને સૂચનો કરે તેવી માગ ઉઠી છે. હાલ તો કાયદાના સઘર્ષમા સગીર વયનો આરોપી આવ્યો છે. ત્યારે આ ઘટનાની ફરી એકવાર નજીવા રૂા. 40 બાબતે સંબંધોની હત્યા થતા ડુંગર વિસ્તારમા ચકચાર મચી છે. પિતાની હત્યાને લઈ મોટા પૂત્ર ફરીયાદ દાખલ કરાવેલ છે. નસવાડી પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *