ખુલ્લેઆમ હત્યા / સુરતના વેસુ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, જુઓ આ કારણોસર યુવકને ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરમાં હત્યા(Murder)ના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતમાં ક્રાઇમ ઘટવાના બદલે દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે સુરતના વેસુ વિસ્તાર(Surat Vesu area)માં ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, અંદાજે 22 વર્ષીય યુવકને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, સામાન્ય બોલાચાલીને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આકાશ નામના યુવકે દીપુ નામના યુવકને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો છે. હાલમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખાતે લઇ જવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરમાં ગુનાખારો (Surat crime rate)ની બનાવો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. સુરત શહેરમાં દુષ્કર્મ, હુમલો કે પછી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા (law and order situation)ની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. 48 કલાકમાં સુરતમાં એક હત્યાનો ગુનો દાખલ થતો હોય છે. હવે વધુ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તાર સહીત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.