કોહલીના વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર / કેપ્ટનશીપ વિવાદ વચ્ચે ‘કિંગ કોહલી’ નું સૌથી મોટું નિવેદન સામે આવ્યું, જુઓ કોહલીએ BCCI પર કર્યો મોટો ધડાકો

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ સારી પરિસ્થિતિ નથી તેવું લાગી રહ્યું છે. વિવાદો વચ્ચે વિરાટે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને સવાલોના જવાબ આપ્યા છે.

વનડેની કેપ્ટનશીપમાંથી હટાવ્યા બાદ વિરાટ કોહલી પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 16 ડિસેમ્બરે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જવા રવાના થશે, જ્યાં 3 ટેસ્ટ અને 3 વનડે મેચની સીરિઝ રમાવાની છે. ટેસ્ટ સીરિઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી રમશે અને તેણે BCCI પાસે આરામની માંગ કરી નથી. કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે દક્ષિણ આફ્રિકામાં વનડે રમવા માટે તૈયાર છે, મારા વિશે ફેલાવવામાં આવી રહેલા સમાચાર ખોટા છે. કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવી હતી, ત્યારબાદ પસંદગીકારોએ કહ્યું હતું કે તમને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યા છે, જે પછી કોઈ વાત થઈ નથી.

વિરાટ કોહલીએ આ નિવેદનથી સૌને ચોંકાવ્યા : વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે મેં ટી20 ની કેપ્ટનશીપ છોડી ત્યારે મેં બીસીસીઆઈને કહ્યું હતું કે હું વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવા માંગુ છું, પરંતુ બાદમાં પસંદગીકારોએ પોતાની રીતે નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીએ કહ્યું, ‘હું વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ છું. ભૂતકાળમાં કેટલીક બાબતો સામે આવી હતી કે હું કાર્યક્રમોમાં હાજરી આપતો હતો, આવી બાબતો વિશ્વાસપાત્ર નથી. ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પાંચ પાંચ પસંદગીકારોએ કહ્યું હતું કે હું ODI ટીમની કેપ્ટનશીપ કરીશ નહીં.

રોહિત પર કોહલીએ કહી આ વાત : રોહિત શર્મા ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ રમી શકશે નહીં. આ અંગે ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ‘સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન રોહિત શર્માની હાજરી મિસ થશે.

અચાનક ખબર પડી કે હું કેપ્ટન.. : વિરાટે કહ્યું કે, તે વન ડેની કપ્તાની કરવા માંગતો હતો પરંતુ સિલેક્ટર્સે તેને અચાનક કહી દીધું કે તે હવેથી કપ્તાન નથી. જે બાદ મારી સિલેક્ટર્સ સાથે કોઇ વાત થઇ નથી. જ્યારે મે ટી20ની કપ્તાની છોડી ત્યારે તેમને કહ્યું હતુ કે હું વન ડે અને ટેસ્ટમાં કપ્તાની કરવા ઇચ્છુક છુ પરંતુ જે નિર્ણય આવ્યો તે તમારી સામે છે.

અનુરાગ ઠાકુરે શું કહ્યું? : અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલથી મોટું કઇ નથી, તે જ સર્વોત્તમ છે. કોઇ ખેલાડી વચ્ચે શું ચાલી રહ્યું છે તેની જાણકારી હું ન આપી શકું. આ તેનાથી સંબંધિત અસોશિયેશન કે સંસ્થાની જવાબદારી છે. અનુરાગ ઠાકુર પોતે BCCIના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

વિરાટને હટાવવામાં આવ્યો : તમને જણાવી દઇએ કે જ્યારથી વિરાટને વન ડે કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો છે ત્યારથી અલગ અલગ નિવેદન સામે આવ્યા છે. ટી20 વર્લ્ડકપમાં ભારતની હાર થઇ અને તેણે કપ્તાની છોડી દીધી હતી પરંતુ તેનું એલાન કોહલી પહેલા જ કરી ચૂક્યો હતો.

10 વર્ષમાં 20000 રન: વિરાટ કોહલીએ ક્રિકેટના 3 ફોર્મેટમાં મળીને 20502 રન કર્યા, જેમાં 20018 રન તેણે હાલના દાયકામાં કર્યા. બેટિંગના બાદશાહ વિરાટે ટેસ્ટ અને T-20 ઇન્ટરનેશનલ 2010માં ડેબ્યૂ કર્યુ, જ્યારે વનડે ક્રિકેટમાં 2008માં ડેબ્યૂ કર્યુ.

આવો છે કોહલીનો કેપ્ટનશિપનો રેકોર્ડ : વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે 95 મેચ રમી છે, જેમાં 65 માં જીત અને 27 માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ રહી હતી અને 2 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું, પરંતુ તે પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા માટે એકપણ ICC ટ્રોફી જીતી શક્યો ન હતો. તેમને 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાને તેની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું. ત્યારે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં હરાવનાર તે પ્રથમ કેપ્ટન બન્યો હતો.ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક છે. તે ખૂબ જોરશોરથી બેટિંગ કરે છે. ત્રણેય ફોર્મેટમાં 50 મેચ જીતનાર તે વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે. તેના ચાહકો તેને પ્રેમથી ચેસ માસ્ટર કહે છે. કોહલીએ ભારત તરફથી રમતા 97 ટેસ્ટમાં 7801 રન, 254 વનડેમાં 12169 રન અને 95 ટી20 મેચમાં 3227 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેની બેટિંગ એવરેજ 50 થી ઉપર છે.

તેણે વન-ડે સિરિઝમાંથી કેપ્ટનશિપ પરત લેવા અંગે પણ જવાબ આપ્યો છે. કોહલીએ કહ્યું હતું કે તે ટેસ્ટ અને વન-ડેની કેપ્ટનશિપ ચાલુ રાખવા માગતો હતો, જોકે ટેસ્ટ ટીમના સિલેક્શન દરમિયાન મુખ્ય પસંદગીકારે તેમને જણાવ્યું કે વન-ડેની કેપ્ટનશિપ પરત લેવામાં આવી રહી છે.

તેણે વધુમાં કહ્યું હતું કે વન-ડેની કેપ્ટનશિપ પરત લેવા અંગે તેને કોઈ વાંધો નથી. આ સિવાય કોહલીએ રોહિતની સાથેના અણબનાવના સમાચારોને પણ ફગાવી દીધા છે. તેણે કહ્યું હતું કે મારા અને રોહિત શર્મા વચ્ચે કોઈ સમસ્યા નથી.

વિરાટે વિવિધ મુદ્દે ખુલાસા કર્યા

1. વન-ડેની કેપ્ટનશિપમાંથી હટાવવા મામલે : કેપ્ટનશિપમાંથી હટાવવામાં આવ્યા પછી મારી બેટિંગ પર વધુ અસર જોવા મળશે નહિ. જ્યારે હું ભારત માટે રમું છું તો હું મારું બધું આપી દઉં છું. જે રીતે હું ભારત માટે વન-ડેમાં પોતાનું યોગદાન આપતો હતો એ જ રીતે યોગદાન આપતો રહીશ.

2. રોહિત શર્મા સામે અણબનાવ અને તેની ઈજા : રોહિત અને મારી વચ્ચે કોઈ સમસ્યા જ નથી. હું છેલ્લાં અઢી વર્ષથી આ અંગે સ્પષ્ટતા કરતો આવ્યો છું. હવે હું વારંવાર આ અંગે ખુલાસા કરીને થાકી ગયો છે. જ્યાં સુધી તેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ઉપલબ્ધ ન રહેવાની વાત છે, આપણે તેની ક્ષમતાઓને ખૂબ મિસ કરીશું.

3. પોતાની વન-ડે સિરીઝ રમવાના સવાલ પર : હું વન-ડે સિરીઝ માટે ઉપલબ્ધ છું અને અગાઉ પણ ઉપલબ્ધ હતો. હું વન-ડે માટે પણ ઉપલબ્ધ છું અને હંમેશાંથી રમવા માગું છું. મેં બોર્ડને ક્યારેય બ્રેકની વાત કરી નથી.

4.T-20ની કેપ્ટનશિપના સવાલ પર : મેં BCCIને જણાવ્યું હતું કે હું T-20ની કેપ્ટનશિપને છોડવા માગું છું, જ્યારે મેં એવું કર્યું તો બોર્ડે મારી આ વાતને ખૂબ સારી રીતે સ્વીકારી. બોર્ડે મને કહ્યું હતું કે આ એક સારું પગલું છે. મેં બોર્ડને એ જ સમયે કહ્યું હતું કે હું વન-ડે અને ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરવા માગું છું. મારા તરફથી એ સંદેશો સ્પષ્ટ હતો, જોકે મેં અધિકારીઓને એ પણ કહ્યું હતું કે જો તેમને એવું લાગતું નથી તોપણ કોઈ વાંધો નથી.

BCCIનાં નિવેદનોથી મૂંઝવણ થઈ
રોહિત અને વિરાટની વચ્ચે અણબનાવના સમાચારની વચ્ચે BCCIના અધિકારીઓએ ઘણાં નિવેદનો આપ્યાં હતાં. આ નિવેદનોને પગલે વિરાટ કોહલીના વન-ડે સિરીઝમાં રમવા બાબતે ઘણી મૂંઝવણ થઈ હતી. BCCIના એક સૂત્રએ પહેલાં કહ્યું હતું કે વન-ડે સિરીઝમાં વિરાટ કોહલી બ્રેક પર રહેશે. એક અન્ય સૂત્રએ કહ્યું હતું કે વિરાટ કોહલી વન-ડે સિરીઝમાં રમશે, કારણ કે તેણે ક્યારેય બ્રેક માટે ઓફિશિયલ એપ્લિકેશન આપી નથી અને જ્યાં સુધી આમ નહિ થાય ત્યાં સુધી તે સિરીઝમાં રમશે. હા, ઈજા થઈ જાય એ વાત અલગ છે.

બીજી તરફ, બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમલે કહ્યું હતું કે જ્યારે વિરાટ કોહલીને વન-ડેની કેપ્ટનશિપમાંથી હટાવવામાં પણ આવ્યો નહોતો ત્યારે તેણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે વન-ડે સિરીઝમાં રમવા માગતો નથી.

રોહિતે વિરાટનાં ખૂબ વખાણ કર્યા હતા
રોહિત શર્માએ કેપ્ટન બન્યા પછી BCCI TVને પોતાનો પ્રથમ ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેણે વિરાટ કોહલીનાં ખૂબ વખાણ કર્યા હતા. રોહિતે કહ્યું હતું કે કોહલીએ 5 વર્ષ સુધી ભારતીય ટીમને ફ્રન્ટથી લીડ કરી છે. કોહલીએ તમામ મેચોમાં પોતાનું બેસ્ટ આપવાનું જ વિચાર્યું. તેની કેપ્ટનશિપમાં ટીમે ક્યારેય પાછુ વળીને જોયું નથી.

મારા માટે કોહલીની કેપ્ટનશિપમાં રમવાનો અનુભવ સારો રહ્યો. અમે બંનેએ ઘણી ક્રિકેટ મેચ સાથે રમી છે અને દરેકને એન્જોય કરી છે. અમે આગળ પણ આમ જ કરતા રહીશું. આપણે એક ટીમ તરીકે વધુ સારું થવાનું છે અને અમારું ફોક્સ પણ એની પર જ છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, પ્રિયંક પંચાલ (રોહિત શર્માની જગ્યાએ)

Leave a Reply

Your email address will not be published.