મોટું નિવેદન / ‘કિંગ કોહલી’ એ કેપ્ટનશિપ છોડ્યા બાદ સૌરવ ગાંગુલીનું પહેલું રિએક્શન સામે આવ્યું, જુઓ આપ્યું આ ચોંકાવનારું નિવેદન

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ શનિવારે સાંજે એકાએક રાજીનામું આપીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. હકીકતમાં આ અનુભવી ખેલાડીએ અચાનક જ ટેસ્ટની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો. ટી-20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ BCCIએ વિરાટને ODIની કેપ્ટનશીપથી પણ હટાવી દીધો હતો. ODIની કેપ્ટનશીપથી હટાવ્યા બાદ વિરાટ કોહલી અને BCCI વચ્ચે સતત ટક્કર ચાલી રહી હતી. BCCI ચીફ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને વિરાટ એકબીજા વિશે સતત નિવેદનો આપતા હતા. પરંતુ આ દરમિયાન વિરાટના કેપ્ટનશિપ છોડ્યા બાદ સૌરવ ગાંગુલીની પહેલી પ્રતિક્રિયા દુનિયાની સામે આવી છે.

ગાંગુલીએ કોહલીને કહી આ વાત : વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ છોડ્યા પછી ગાંગુલીએ પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તમને જણાવી દઈએ કે જ્યારથી કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડી છે ત્યારથી ગાંગુલી ફેન્સના નિશાના પર છે. આ દરમિયાન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ટ્વિટ કરીને લખ્યું, ‘વિરાટના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું.

આ વિરાટનો અંગત નિર્ણય છે અને BCCI તેનું સન્માન કરે છે. તે હજુ પણ આ ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે અને હંમેશા રહેશે. ટીમને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. વિરાટ એક શાનદાર ખેલાડી છે. ખૂબ સરસ વિરાટ. જો કે, ગાંગુલીના આ વિવાદે બધાને ચોંકાવી દીધા છે કારણ કે કેપ્ટનશીપના મુદ્દે તે વિરાટ સાથે બિલકુલ પણ બનતું નહોતું.

BCCI સાથે હતો વિવાદ : સીમિત ઓવરોની કેપ્ટનશિપને લઈને બીસીસીઆઈ (BCCI) અને કોહલી વચ્ચે અણ બનાવ બન્યો હતો, જ્યારે કોહલીએ દક્ષિણ આફ્રિકા રવાના થતા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નિવેદનને નકારી કાઢતા જણાવ્યું હતું કે મને ટી20 ટીમની કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પર ફરીથી કોઈ વિચાર વિમર્શ કરવા માટે કહેવામાં આવ્યું નહોતું. જોકે મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કોહલીના નિવેદનને નકારી કાઢ્યું હતું.

અચાનક લીધો કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય : દક્ષિણ આફ્રિકા સામે સીરિઝ 1-2થી હાર્યાના એક દિવસ બાદ વિરાટ કોહલી (Virat Kohli) એ ટ્વીટ કર્યું, ‘એક સ્ટેજ પર આવીને તમામ લોકોને રોકાવવાનું હોય છે અને મારા માટે આ ભારતીય ટેસ્ટ કેપ્ટનનો આ એજ સમય છે, મારી સફરમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ ક્યારેય પ્રયત્નો કે વિશ્વાસમાં કોઈ કમી આવી નથી.

‘ટીમ માટે અપ્રમાણિક ન હોઈ શકે’ : વિરાટ કોહલી (Virat Kohli) એ આગળ લખ્યું, ‘છેલ્લા સાત વર્ષથી સતત મહેનત, અથાક પ્રયાસો અને ટીમને સાચી દિશામાં લઈ જવાનો સંકલ્પ છે. મેં નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને કોઈ કસર છોડી નથી. હું હંમેશા મારી બાજુથી 120 ટકા આપવામાં વિશ્વાસ રાખું છું અને જો હું તે કરી શકતો નથી તો મને નથી લાગતું કે તે યોગ્ય છે. મારા દિલમાં એકદમ સ્પષ્ટ છે અને હું મારી ટીમ પ્રત્યે બેઈમાન ન હોઈ શકું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.