કમો તો કમો કહેવાય બાપ / કિર્તીદાને હાથ ઝાલ્યો અને કમાની કિસ્મત બદલાઈ, જુઓ આજે બોડીગાર્ડ અને લકઝુરીઅસ ગાડી સાથે ડાયરામાં મારે છે એન્ટ્રી

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં હાલ દરેક ડાયરામાં એક નામ ચર્ચાઈ રહ્યું છે જે છે ‘કમો’. કમો કમાની રીતે…કમો તો ભાઇ કમો કહેવાય… કમો મોજ આવે તો બોલે નકર નો પણ બોલે. હાલ ગુજરાતના જાણીતા કલાકારોના મુખે આવા શબ્દો સાંભળવા મળતા હોય છે. ત્યારે તમને થશે કોણ છે આ કમો? જેને દેશ-વિદેશમાં ભારે બોલબાલા છે.

સોશિયલ મીડિયા પર તમને કમો ક્યાંકને ક્યાંક દેખાયો તો હશે જ. આમ તો આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થઇ ચૂક્યું છે પરંતુ હજું પણ કેટલાક લોકો કમાથી અજાણ છે. આજે વિદેશ સુધી પહોંચી જનાર કમાભાઇ થોડા સમય પહેલા સુધી કોઈ દિવસે સ્ટેજ સુધી પણ ન હતા ગયા. સ્ટેજ ઉપર જવા અને બેસવાનું તો કદાચ તેણે સ્વપ્ન પણ જોયું ન હશે.

જો કે કમાની કિસ્મતે પલટી મારી અને કિર્તીદાનનો ભેટો થઇ ગયો. કિર્તીદાન ગઢવીએ આંગણી પકડી આ કમાભાઇને આગળ લાવી દીધા. બધા જ ડાયરાઓમાં બોલાવીને પોતાની સાથે રાખી તેમને સ્ટાર બનાવી દીધા છે.સુરેન્દ્રનગરના કોઠારીયાનો કમો આજે એકાએક જગ વિખ્યાત બની ગયો છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં હાલ કમાંનો જોરદાર ટ્રેન્ડ છવાયો છે. ત્યારે કમાંનો પરિવાર પણ હવે ગર્વ અનુભવી રહ્યો છે.

કમો તાજેતરમાં ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવીના પગલે ચર્ચામાં આવ્યો છે. કોઠારીયાના ગ્રામજનો કમાને હાલ ગામનું ગૌરવ ગણી રહ્યા છે. પરંતુ એક દિવસ એવો પણ હતો કે કમાને કોઈ ભાવ પણ પુછતું નહોતું અને ધૂતકારીને કાઢી મૂકતા હતા. પરંતુ કહેવાય છે ને સમયનું ચક્ર ફર્યું અને કમો જમીનથી સીધો આકાશમાં પહોંચી ગયો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KAMO_OFFICIAL_ (@kothariya_kamo_official)

આજે ચારેબાજુ કમાની કિર્તી ગાજી રહી છે. ગુજરાત રાજ્યમાંથી અનેક લોકો કમાને મળવા કોઠારીયા પહોંચી રહ્યા છે. ત્યારે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, જીગ્નેશ કવિરાજના કાર્યકમોમાં કમો હાજરી આપી અનેક પ્રશંસકોનું દિલ જીતી રહ્યો છે. કમાના માતા-પિતાએ કમાભાઈની વિશે એવી વાત જણાવી હતી કે, જ્યારે કમો નાનો હતો ત્યારે ડોક્ટરે એવું કહ્યું હતું કે તેઓ સ્લોલર્નર છે. તે ખૂબ ભોળો છે.

તેને દુનિયાદારીની ઝાઝી સમજણ નથી, પરંતું ભજનમાં ઉંડો રસ ધરાવે છે. તેનો અવાજ સ્પષ્ટ નથી, પરંતુ ભજન ગાવાનો શોખ ધરાવે છે. લોક ડાયરામાં જવાની તક શોધતો રહેતો હતો. ત્યાર પછી તેઓ પહેલી વખતે કિર્તીદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમમાં બોલાવ્યા હતા. એનો નિર્દોષ ભાવ અને ભકિતમાં તરબોળ થઇ કરાતી ગાંડી-ઘેલી હરકતો લોકોને ગમી ગઇ.

એ દિવસે તેમના ખિસ્સામાં 6 હજાર રૂપિયા પણ હતા અને તેમને આપ્યા હતા. આમ તેઓ એક પછી એક એમ બધા જ કાર્યક્રમોમાં જવા લાગ્યા હતા. સૌરાષ્ટ્રના કોઠારીયા ગામના વતની કમાભાઇ સ્લોલર્નર કહી શકાય એવી મનોસ્થિતિ ધરાવતાં કમાએ આજે લોકપ્રિયતામાં ઉંચી ઉડાન ભરી છે. સોશિયલ મીડિયામાં કમાના આજે લાખો ફેન્સ ફોલોઅર્સ છે.

ડાયરાકિંગ કિર્તીદાન ગઢવી થકી આખું ગુજરાત અને દેશ-વિદેશના લોકો કમાને ઓળખે છે. કમાએ કોઠારીયાથી લઈને કેનેડા સુધી ધૂમ મચાવી દીધી છે. એટલું જ નહીં, ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. કીર્તિદાનને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KAMO_OFFICIAL_ (@kothariya_kamo_official)

આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કમાને સ્ટેજ પર આમંત્રણ પણ અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. ફેમસ સ્ટાર કમાભાઇએ મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો.

કિર્તીદાન ગઢવીએ હાથ પકડતાં કમાની કિસ્મત ખુલી ગઇ. આજે તે દેશ વિદેશમાં ફેમસ થઇ ગયો. કિર્તીદાન બાદ અન્ય કલાકોરોનો પણ તેને પ્રેમ મળ્યો. બધા તેને બોલાવવા માંડતાં તે ધીરે ધીરે ડાયરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KAMO_OFFICIAL_ (@kothariya_kamo_official)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.