ક્યારે સુધરશે નેતાઓ / હજારોની જનમેદની વચ્ચે કિર્તીદાન ગઢવીએ બોલાવી ડાયરાની રમઝટ, ખુદ ભાજપના MLAએ કર્યો રૂપિયાનો વરસાદ, કોરોનાની ગાઇડલાઇન્સના લીરેલીરા : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

કલમસરમાં આયોજીત કિર્તિદાન ગઢવીના ડાયરામાં ધારાસભ્ય સહિતનાઓ માસ્ક વગર નજરે પડ્યા, કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો

આણંદના કલમસરમાં કિર્તિદાન ગઢવીનો ડાયરો થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. ધારાસભ્ય મયુર રાવલ પણ રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રીએ પણ જાહેર મેળાવડામાં લોકોને ન જવા અપિલ કરી છે. તેમ છતાં આ પ્રકારના લોક ડાયરાનું આયોજન થઈ રહ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જે હાલ કોરોનાના સમયમાં ચિંતા ઉપજાવનારો છે.

ધારાસભ્યની હાજરીમાં જ ભીડ ઉમટી
કલમસરમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં ઉપસ્થિત લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. તેમજ ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. કોરોનાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યે પણ માસ્ક પહેર્યું ન હતું તેમજ અન્ય કેટલાય લોકોએ માસ્ક પહેર્યુ ન હતું.

શું ડાયરાથી પોલીસ અજાણ હતી?
આ ડાયરમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. લોકો કોરોનાને ભુલીને ડાયરાની મોજ માણી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. રાજ્યમાં કોરોના જતો રહ્યો હોય તેવા દશ્યો જોવા મળ્યા હતા. જોકે, આ વચ્ચે આ ડાયરાથી પોલીસ એકદમ અજાણ હોય તેમ કોઈ જ તકેદારીના પગલા લેવામાં આવ્યાં ન હતા.

કિર્તીદાન ગઢવીના ડાયરામાં અનેક લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું નહોતું. ધારાસભ્ય મયુર રાવલે જાતે ડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા. કિર્તીદાન ગઢવી પર રૂપિયા ઉડાડતો ધારાસભ્યના દ્રશ્યો વાયરલ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. અહીં કોરોનાના કહેર વચ્ચે અનેક લોકો માસ્ક વગર દેખાયા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં અમેરિકન ડોલરોનો વરસાદ થયો હતો. કિર્તીદાન ગઢવીએ લીલી લીંબડી રે…લીલો નાગરવેલનો છોડ…તે ગીત ગાતા જ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહમાં આવી ગયા હતા..અને ડોલરની થપ્પીઓ ઉડાવી હતી…મહત્વનું છે કે અમેરિકામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગુજરાતી સાથે હિન્દી ગીતો પણ રજૂ કર્યા હતા.

આણંદનો ત્રણ દિવસનો પોઝિટિવિટી રેટ 8.78 ટકા
ચરોતર પંથકમાં આણંદની વાત કરીએ તો 6 જાન્યુઆરીએ 1214 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 112નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એટલે કે 6 જાન્યુઆરીએ કરવામાં આવેલા ટેસ્ટની સરખામણીએ 9.23 ટકા પોઝિટિવિટી રેટ હતો. જ્યારે 7 જાન્યુઆરીના રોજ 1645 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 133નો રિપોર્ટ કોરોના પોઝિટિવ હતો, એટલે કે 7 જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ 8.09 ટકા પોઝિટિવિટી રેટ હતો. 8 જાન્યુઆરીએ 921 ટેસ્ટ કરાયા હતા જેમાંથી 87 કોરોના પોઝિટિવ હતા. 8 જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 9.45 ટકા હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો 👉 : https://twitter.com/i/status/1480389154995204099 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.