કિર્તીદાન ગઢવી ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ પર ગીત ગાતા ગાતા ‘ગ્રીષ્મા’ ને યાદ કરીને થયા ભાવુક, જુઓ કહ્યું એવું કે તે સાંભળીને હાજર બધા જ લોકોની આંખમાં આંસુ આવ્યા

ગુજરાત ટોપ ન્યૂઝ

મિત્રો આપણે બધા લોકો આપણા ડાયરાકિંગ એવા કિર્તીદાન ગઢવીને તો ઓળખીએ જ છીએ, કિર્તીદાન ગઢવીએ ખુબ જ ફેમસ લોક ગાયક કલાકાર છે, કિર્તીદાન ગઢવીના પ્રોગ્રામમાં ઘણા લોકો તેમનો સુર સાંભળવા માટે આવતા હોય છે અને પ્રોગ્રામની મજા લેતા હોય છે, તેથી કિર્તીદાન ગઢવીના આખા દેશ વિદેશમાં ચાહક મિત્રો રહેલા છે.

થોડા દિવસો પહેલા જ સુરત શહેરના પાસોદરા વિસ્તારમાંથી ગ્રીષ્માની ઘટના સામે આવી હતી, આ ઘટના બાદ ગુજરાતના દરેક લોકો ખુબ જ દુઃખી થઇ ગયા હતા, ગ્રીષ્માના મૃત્યુનો સૌથી વધારે આઘાત તેના પિતા નંદલાલભાઈને લાગ્યો હતો, તેથી કિર્તીદાન ગઢવી પણ આ ઘટના સાંભળીને ખુબ જ ભાવુક થઇ ગયા હતા, સુરતની આ ઘટના બાદ કિર્તીદાન ગઢવીએ તેમના એક કાર્યક્રમમાં ગયા હતા.

ત્યાં ચાલુ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી ગ્રીષ્મા વેકરીયાને યાદ કરીને ખુબ જ દુઃખી થઇ ગયા હતા અને ચાલુ પ્રોગ્રામમાં કિર્તીદાનભાઈ સ્ટેજ પર ભીની આંખે રડી પડયા હતા, કિર્તીદાન ભાઈની આંખોમાં આસું જોઈને કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક લોકો પણ દુઃખી થઈને રડી પડ્યા હતા, આ ઘટના બન્યા બાદ કિર્તીદાનભાઈ પાસે બોલવા માટે કોઈ શબ્દ જ રહ્યો ન હતો.

કિર્તીદાનભાઈ દુઃખી થઈને કહી રહ્યા હતા કે આ બધું શું થઇ રહ્યું છે, તેથી કિર્તીદાનભાઈ સ્ટેજ પર ગીત ગાતા ગાતા ગ્રીષ્મા વેકરીયાને યાદ કરીને ભીની આંખે રડી પડ્યા હતા, તેથી સુરતની આ ઘટના બાદ ગુજરાતના બધા લોકો ખુબ દુઃખી છે અને આખું ગુજરાત જલ્દીથી જલ્દી ગ્રીષ્માને ન્યાય મળે તેની સરકાર પાસે માંગણી કરી રહ્યા હતા.

આ ઘટનામાં ફેનિલને ગઈ કાલે જ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, તે સમયે જાણવા મળ્યું હતું કે હજુ સુધી ફેનિલે તેનો ગુનો સ્વીકાર્યો ન હતો, તેથી તે સાંભળીને બધા લોકો ચોકી ગયા હતા, તેથી આ કાર્યક્રમમાં કિર્તીદાનભાઈ ગઢવીએ પણ ગ્રીષ્માના ન્યાય માટે માંગણી કરી હતી અને ફેનિલને ઝડપથી સજા મળે તેની પણ માંગ કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.