અરે બાપરે / હજી કિશન ભરવાડની શાહી સુકાઈ નથી ત્યાં સુરતમાં વધારે એક મુસ્લિમ યુવક કારસ્તાન કરતા પિસ્તોલ સાથે ઝડપાયો

ટોપ ન્યૂઝ સુરત

શહેરના લિંબાયત વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે વધારે એક યુવકને દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી વધુ માહિતી મેળવવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસ આ યુવકની પૂછપરછ લવ જેહાદની શક્યતા પણ ચકાસી રહી છે.

સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાં એક વિધર્મ યુવકને બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટના પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે ઝડપી પાડયો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન તેનું નામ યાસીન શેખ કુરેશી હોવાનું સામે આવ્યું હતું. યાસીન કુરેશી સુરત શહેરમાં ચીકનનો ધંધો કરતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ કબજે લીધા છે. હાલ તેની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યાસીન કુરેશી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. હાલમાં તે કોઈ હિન્દુ યુવતી સાથે રહેતો હોવાનું પણ બહાર આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ આદરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન યાસીન શેખ મધ્યપ્રદેશમાં સેગવા નજીક તેના મિત્ર સોહિલે હિન્દુ યુવતીને ભગાડી જવામાં પણ મદદ કરી હતી. તેના વિરુદ્ધ મધ્યપ્રદેશ પણ ગુનો નોંધાયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.