કડક કાર્યવાહી / કિશન ભરવાડના હત્યારાઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે, જુઓ EDની પૂછપરછમાં મૌલાનાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ગુજરાત ટોપ ન્યૂઝ

કિશન ભરવાડના હત્યારાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમા તેમના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવી શકે છે. આ કેસમાં હવે ED પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામીને લઈને મૌલાનાની પૂછપરછ કરવાની છે.

ધંધુકાના યુવક કિશન ભરવાડની હત્યા મામલે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી રમીઝ સેતા, મહંમદ હુસેન કાસમ ચૌહાણ અને મતીન ઉસ્માનભાઈ મોદનની ધરપકડ કરવામાં આવી છે. જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથેજ તેમના 14 દિવસના રિમાન્ડની પણ માગ કરવામાં આવી શકે છે.

કમર ગની લીગલ વાતોના નામે અનેક લોકોને ગેરમાર્ગે દોરવા માટે SOP બનાવી હતી. મૌલાના કમર ગનીની પૂછપરછ કરવા કેન્દ્રીય તપાસ એજન્સી NIA(નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને સેન્ટ્રલ IB પણ અમદાવાદ આવી છે.

કમર ગની ઉસ્માની ગુજરાતમાં એક બેવાર નહીં પણ અનેકવાર આવી ચૂક્યો છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદના ચંડોળા તળાવથી લઈ શાહ આલમમાં પણ તે એક્ટિવ હતો. આ મુલાકાતો દરમિયાન મૌલાના ગુજરાતની શાંતિ ડહોળવાના મનસૂબા લોકો સુધી પહોંચાડી ગયો હોવાની વિગતો એક પછી એક ખુલ્લી રહી છે. કમર ગની અમદાવાદના ગોમતીપુર, દાણીલીમડા, ચંડોળા, શાહ આલમ જેવા વિસ્તારોમાં આવીને સોફ્ટ ટાર્ગેટ લોકોને મળ્યો હતો. મૌલાનાની કટ્ટરપંથી વાતોમાં અનેક લોકો આવ્યા હતા.

સેન્ટ્રલ IB દરરોજ કમરની પૂછપરછ કરે છે
તેની સાથે હવે કમર ગની તેના ત્રણ લેયરના કારણે જલ્દીથી લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકતો હતો. અલગ અલગ ધાર્મિક બાબતના નામે લોકો સુધી પહોંચવા કમર ગનીએ લીગલ વાતોના નામે SOP બનાવી હતી. કમર ગનીની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ કમર ગનીની પૂછપરછ કરવા માટે ATS આવી છે. જેમાં સેન્ટ્રલ આઇબી દરરોજ કમરની પૂછપરછ કરે છે. હવે તેની સાથે NIA(નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)પણ જોડાઈ ચૂકી છે.

આ કેસમાં પાકિસ્તાન કનેક્શન અને ફંડિંગની પણ વિગતો સામે આવી રહી છે, ત્યારે સમગ્ર દેશ માટે આ મહત્વપૂર્ણ કેસ બની રહ્યો છે. ATSમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કમર ગની ઉસ્માની સામાન્ય લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે અલગ-અલગ ત્રણ લેયરમાં કામ કરતો હતો. તે લીગલ ટીમના નામે પોતાના અલગ-અલગ સોફ્ટ ટાર્ગેટ સુધી પહોંચીને ધાર્મિક કટ્ટરતાના નામે કોઈની હત્યા કરવા સુધીની મદદ કરવા તૈયારી બતાવતો હતો. શબ્બીર ચોપડા અને તેના જેવા કેટલાય યુવાનોના બ્રેઇન વોશ કરીને ગુનાઈત કૃત્યને અંજામ આપવા સુધીની કડી જોડવાનું પણ કમર ગની ઉસ્માનીએ કર્યું હતું.

ધર્મના નામે કંઈપણ કરવા તૈયાર થાય તેવા યુવાનોને શોધી આપતો
કમર ગની ઉસ્માની ગુજરાત આવ્યો ત્યારે 2002ના રમખાણોની વાતો પણ કેટલાક સોફ્ટ ટાર્ગેટ લોકોને કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તેની સાથે સાથે તે ધર્મના નામે કંઈપણ કરવા તૈયાર થઈ જાય તેવા યુવકોને પણ મેળવી આપતો હતો. કટ્ટરવાદનું ઝેર છુપાવવા માટે તે પોતે લીગલ કામ કરતો હોવાનો પણ દાવો કરતો હતો પણ હવે તપાસ એજન્સીઓ સમક્ષ તે ખુલ્લો પડી રહ્યો છે.

બીજા રૂમમાંથી આવી શબ્બીર બોલ્યો ‘મૌલાના સાહેબ સલામ’
જોકે પૂછપરછ દરમિયાન મૌલાના કમર ગની ઉસ્માની માસૂમ હોવાનો ડોળ કરી પોલીસને કહી રહ્યો હતો કે તે શબ્બીરને ઓળખતો નથી અને એકપણ વાત સ્વીકારતો નહોતો, જેથી તપાસ ટીમ ક્રાઇમ થ્રિલર ફિલ્મસ્ટાઇલમાં બીજા રૂમમાંથી શબ્બીરને મૌલાના સામે લાવીને ઊભો રાખી દીધો. બરાબર આ સમયે જ શબ્બીરે મૌલાનાને કહ્યું ‘મૌલાના સાહેબ સલામ’ આ સાંભળીને કમર ગનીનો પરસેવો છૂટી ગયો. આ સાથે જ કમર ગનીએ કરેલા પાપ અને આ કેસનાં રહસ્યો ખૂલવા લાગ્યાં.

કમર ગની ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ
કમર ગની ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ છે. આ સંગઠન મહંમદ પયગંબર કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાવતું હતું. આ પહેલાં પોરબંદરના સાજણ ઓડેદરાએ પણ મહંમદ પયગંબર વિરુદ્ધ પોસ્ટ મૂકી હોવાથી તેની પણ હત્યા કરવાના હતા. ‘તૈહરી કે ફરોકી’ ઇસ્લામિક સંગઠન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, જેથી આ સંગઠન સાથે સોશિયલ મીડિયા પર કોણ કોણ જોડાયેલું છે, કોણ તેની પોસ્ટ લાઇક કે કોમેન્ટ કરે છે, તે લોકોની ATSએ તપાસ શરૂ કરી છે. એ માટે સાયબર એક્સપર્ટ્સની મદદ લેવાઈમાં આવી છે.

ગત રાત્રીએ સેન્ટ્રલ એજન્સીઓએ મૌલાનાની પુછપરછ કરવામાં આવી હતી. જેમા પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામીને લઈને પુછપરછ કરવામાં આવી. સાથેજ પાકિસ્તાની સંગઠનમાં સંડોવણીને લઈને પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત તહેરીકએ ફરોકી ઈસ્લામિક સંગઠનની કામગીરીવને લઈને પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેમા સેન્ટ્રલ IB અને NIAની ટીમ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.

આરોપીઓ સાથે હથિયાર અને સંગઠનની મેમ્બરશિપને લઈને પૂછપરછ કરવામાં આવશે. તે સિવાય સેન્ટ્રલ IB અને NIA બાદ હવે ED પણ મૌલાનાની તપાસ કરાવાની છે. ED પણ વિદેશી ફન્ડિંગને લઈને તપાસ કરશે. આ કેસમાં અગાઉ EDએ કટ્ટરવાદી સંગઠનોમાં આવતા નાણા સીઝ કર્યા હતા. કમરગનીને વિદેશથી કેટલું ફન્ડિંગ આવી રહ્યું છે તે અંગે પણ પૂછપરછ થઈ શકે છે.

ગઈકાલે ત્રણ આરોપીઓ ઝડપાયા હતા.
ઉલ્લેખનીય છે કે ધંધુકામાં કિશન ભરવાડના હત્યા મામલે એક એક બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે કુલ 3 આરોપીની ગુજરાત ATSએ ઘરપકડ કરી છે. પોરબંદરથી ઝબ્બે થયેલા આ આરોપીમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે. તેઓએ રાજકોટના અજીમ સમાને હથિયાર સપ્લાઈ કર્યા હોવાનું પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *