કિશન ભરવાડની આજે ‘બારમાની વિધિ’ / હત્યા બાદ આજે કિશનની ઉત્તરક્રિયાની વિધિમાં પિતાએ ભારે હૈયે કિશનના ફોટાને હાર ચડાવ્યો, જુઓ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ટોપ ન્યૂઝ ગુજરાત

કિશનની દીકરીને જન્મના આજે એક મહિનોને બે દિવસ થયા, કિશનની હત્યાથી તેના પરિવાર સાથે સમગ્ર માલધારી સમાજ દુઃખી

ધંધૂકામાં વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ બાદ કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કિશનના વતન ચચાણામાં આજે તેનું બારમું છે અને સમગ્ર પરિવાર તેમજ સંબંધીઓ શોકમગ્ન છે. કિશનના પિતા આજે તેમના મૃતક દીકરાના માળા ચડેલા ફોટા પાસે ગમગીન થઈને બેઠા છે અને ન્યાયની આશા લગાવી રહ્યા છે.

પિતાએ ભારે હૈયે દીકરાના ફોટાને ફૂલનો હાર ચડાવ્યો
કિશનની હત્યા બાદ પિતા શિવાભાઇ ખૂબ જ દુઃખી છે. જે હાથે દીકરા કિશનને તેમણે લાડ લડાવ્યા એ હાથે આજે તેના બેસણામાં પિતા ભારે હૈયા ફોટા પર ફૂલનો હાર અને માળા ચડાવ્યાં હતાં.

બેસણા બહાર પોલીસ-બંદોબસ્ત
ચચાણા ખાતે કિશનના ઘરે બેસણું હોવાને કારણે તેના ઘર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં મહિલા પોલીસ પણ હાજર છે.

ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ બાદ કિશનની ધરપકડ થઇ હતી. ત્યાર બાદ જામીન પર છૂટેલા કિશન સાથે સમાધાન થયું હતું. બાદમાં વિધર્મીઓએ તેની ભરબજારમાં ગોળી મારી હત્યા કરી નાખી. કિશનની હત્યાથી તેના પરિવાર સાથે સમગ્ર માલધારી સમાજ અને ગુજરાતમાં શોકની લાગણી છે ત્યારે આજે વતન ચચાણા ખાતે તેનું બારમું રાખવામાં આવ્યું છે. ધંધૂકા-લીંબડી હાઇવે પર આવેલા ચચાણામાં આજે માહોલ ગમગીન છે. કિશનના પિતા શિવાભાઇ અને સંબંધીઓ તેમજ માલધારી સમાજ કિશનના બારમામાં આવી તેના પિતા અને પરિવારને શાંત્વના આપી રહ્યો છે.

કિશનના પિતાએ કહ્યું હતું કે મારું તો એટલું જ કહેવું છે કે મારા છોકરાને ન્યાય મળે, પોલીસ ગુંડા તત્ત્વોને પકડી લે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ મારા દીકરાની ધરપકડ થઇ અને જામીન પર છૂટ્યો. ત્યાર બાદ સમાધાન પણ થયું. જો કે તેના થોડા દિવસ બાદ તેની હત્યા કરવામાં આવી. કિશનની દીકરીને જન્મના આજે એક મહિનોને બે દિવસ થયા છે. સરકાર અમને જલદી ન્યાય આપે. સરકાર પર અમને ભરોસો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.