આખરે ક્યારે અંત આવશે આ બબાલનો / કોહલી અને ગાંગુલીની બબાલ વચ્ચે વિરાટના આરોપો બાદ સૌરવે તોડ્યું મૌન જુઓ કહી નાખ્યું ન કહેવાનું

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી(Sourav Ganguly)એ બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી(Virat Kohli)એ જે કહ્યું તેના પર પોતાનું મૌન તોડ્યું છે. બુધવારના રોજ, દક્ષિણ આફ્રિકા(South Africa) પ્રવાસ પર રવાના થતા પહેલા કોહલીએ ODI અને T20 કેપ્ટનશીપ વિશેની પોતાની વાત બધાની સામે મૂકી હતી. કોહલીએ કહ્યું હતું કે ગાંગુલીએ ટી20ની કેપ્ટનશીપ છોડતા પહેલા તેને ક્યારેય રોક્યો ન હતો અને વનડેની કેપ્ટનશીપથી હટાવ્યા પહેલા પણ તેની સાથે કોઈપણ પ્રકારની વાત કરવામાં આવી ન હતી.

કોહલીએ કહ્યું હતું કે, મારી સાથેની વાતચીત વિશે જે પણ કહેવામાં આવ્યું હતું તે ખોટું હતું અને 8 ડિસેમ્બરે તેને ODIની કેપ્ટન્સીમાંથી હટાવ્યાના દોઢ કલાક પહેલા જ મને તેના વિશે કહેવામાં આવ્યું હતું. અગાઉ ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ મારી સાથે આ અંગે કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી ન હતી. જ્યારે મેં ટી20 ટીમની કેપ્ટનશીપ છોડી, ત્યારે મેં સૌથી પહેલું કામ બીસીસીઆઈ સાથે કર્યું અને તેમને મારા નિર્ણયથી માહિતગાર કર્યા અને તેમની સામે મારા વિચારો વ્યક્ત કર્યા. મેં ટી-20 કેપ્ટનશીપ છોડવાનું કારણ સમજાવ્યું અને મારો અભિપ્રાય ખૂબ જ સારી રીતે સાંભળવામાં આવ્યો. તે કોઈ ગુનો ન હતો અને મને કોઈ સંકોચ નહોતો. તે પછી મને એક વખત પણ કહેવામાં આવ્યું ન હતું કે તમારે T20 ની કેપ્ટનશીપ ન છોડવી જોઈએ.

હવે વિરાટ કોહલીની વાતનો જવાબ આપતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું અત્યારે આ બાબતો પર ટિપ્પણી કરવા નથી માંગતો અને BCCI તેની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરશે અને તમે તેને બોર્ડ પર છોડી દો. અત્યારે સૌથી મોટી વાત એ છે કે સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે. ગાંગુલીએ કહ્યું હતું કે અમે કોહલીને ટી-20ની કેપ્ટનશીપ ન છોડવા માટે કહ્યું હતું, જ્યારે તેની સાથે ODIની કેપ્ટનશીપની વાત કરવામાં આવી હતી, ત્યારે કોહલીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે BCCIએ તેને ક્યારેય આ વાતો કહી નથી.

BCCIએ કહ્યું કે વિરાટ આવું કહી જ ન શકે કે તેને કપ્તાનીમાંથી હટાવવાની જાણકારી નહોતી આપવામાં આવી. અમે વિરાટ સાથે સપ્ટેમ્બરમાં વાત કરી હતી અને તેને ટી 20ની કપ્તાની છોડવા માટે ના કહી હતી. BCCI તરફથી કહેવામાં આવ્યું કે વિરાટ કોહલીએ જ્યારે જાતે ટી20ની કપ્તાની છોડી ત્યારે વ્હાઇટ બોલ ક્રિકેટમાં 2 કેપ્ટન રાખવું આસાન નહોતું. સાથે જ વિરાટ કોહલીને જ્યારે વન ડે કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યો ત્યારે ચીફ સિલેક્ટર ચેતન શર્માએ વિરાટને ફોન કરીને જાણકારી આપી હતી.

કોહલીએ કહ્યુ કે, મારી બીસીસીઆઈ સાથે આરામ કરવાને લઈને કોઈ વાત થઈ નથી. મારો મીટિંગના દોઢ કલાક પહેલા સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ સંપર્ક થયો નહોતો. ચીફ સિલેક્ટરે મને ટેસ્ટ ટીમની પસંદગીને લઈને વાત કરી હતી. પાંચેય પસંદગીકારોએ મને જણાવ્યું કે હું હવે વનડે કેપ્ટન નથી. આ બરોબર હતું.

ગાંગુલીનો દાવો ખોટો?
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ થોડા દિવસ પહેલા એક વ્યક્તવ્ય જાહેર કરીને કહ્યુ હતુ કે વનડે કેપ્ટનશિપને લઈને વાતચીત કરવામાં આવી હતી અને ચીફ સિલેક્ટરે પણ આ મામલા પર તેમની સાથે વાત કરી હતી. પરંતુ કોહલીએ આજે આ તમામ વાતો નકારી દીધી છે. તેવામાં ગાંગુલીના દાવા પર સવાલ ઉઠવા લાગ્યા છે. ટીમ ઈન્ડિયામાં વિવાદ
કોહલીના આ નિવેદને ટીમ ઈન્ડિયાને હચમચાવી દીધી છે. પ્રથમવાર કેપ્ટન વિરુદ્ધ ગાંગુલીનો મામલો થતો જોવા મળી રહ્યો છે. કોહલીએ વનડે કેપ્ટન પદેથી હટાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ હતુ કે સફેદ બોલમાં બે કેપ્ટન ન હોઈ શકે તેથી રોહિત શર્માને ટી20ની સાથે-સાથે વનડેનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

બોર્ડે કહ્યું ન હતું કે કોહલી T-20ની કેપ્ટનશીપ છોડી દે
ભૂતપુર્વ ભારતીય કેપ્ટન અને વર્તમાન સમયમાં બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની વનડે કેપ્ટનશીપ અંગે કેટલાક દિવસ અગાઉ કહ્યું હતું કે વિરાટને વનડેની કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય BCCI અને પસંદગીકર્તાએ સાથે મળી કર્યો હતો. BCCIએ વિરાટને T-20ની કેપ્ટનશીપ છોડવા માટે કહેવામાં આવ્યું ન હતું, જોકે તે આ બાબત અંગે સહમત નથી.

ગાંગુલીએ કહ્યું કે પસંદગીકર્તાઓનું માનવું હતું કે મર્યાદિત ઓવર્સના ફોર્મેટમાં બે અલગ-અલગ કેપ્ટન ન હોવા જોઈએ નહીં. માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે વિરાટ ટેસ્ટ કેપ્ટન તરીકે જળવાઈ રહેશે અને રોહિત વનડે, T-20ની નૈતૃત્વ સંભાળશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.