ઘરમાં ક્યારે નહિ થાય અન્ન ની કમી, બસ ખાલી કરી દેજો આ 8 સરળ ઉપાય, ગમે તેટલા મહેમાનો આવી જાય તો પણ માતાજી ની કૃપાથી અન્ન નહિ ખૂટે

ધર્મ

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રોમાં માતા અન્નપૂર્ણા ને અનાજની દેવી એટલે કે અન્નની દેવી કહેવામાં આવે છે. જો તમે સાચા મનથી અન્નપૂર્ણા દેવીની પૂજા અર્ચના કરો છો તો તમારા ઘરમાં ક્યારે અનાજની કમી આવતી નથી. માતા અન્નપૂર્ણા દેવીની કૃપાથી ઘર હંમેશા અનાજથી ભરેલું રહે છે. તો આજે અમે માતા અન્નપૂર્ણા દેવીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો વિશે તમને જણાવીશું જેથી તમારા ઘરમાં અનાજની કમી ક્યારે નહિ આવે.

જો ઘરમાં પહેલી રોટલી ગાય માતા માટે બને છે તે ઘરમાં હંમેશા માં અન્નપૂર્ણા દેવીનો વાસ રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ગાય માતાને પહેલી રોટલી ખવડાવવાથી તે ઘર પર હંમેશા માતા અન્નપૂર્ણા દેવીનું વરદાન રહે છે અને રસોડું હંમેશા અનાજથી ભરેલું રહે છે.

કોઈ ગરીબ વ્યકતીઓને ભોજન દાન કરો અથવાતો મહિનામાં એક વાર તેમને ભોજન કરાવો. એવી માન્યતા છે કે આપણે જેટલું દાન કરીયે છીએ ભગવાન તેના કરતાં વધારે આપણને આપે છે. તેથી ભોજનનું દાન કરવાથી ભોજનમાં વધુ સમૃદ્ધિ આવે છે.

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રોમાં મહેમાનો ને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમની સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કીધું છે કે જો તમે ઘરે આવેલા મહેમાનોને ભોજન કરાવશો તો માં અન્નપૂર્ણા દેવી તમારા પર પ્રસન્ન થશે અને તમારા ઘરમાં ક્યારે પણ અનાજની કમી થવા દેશે નહિ. અતિથિઓ અને સાધુ કે સંતોને તમે અન્નદાન કરશો કે પછી ભોજન કરાવશો તો અન્નપૂર્ણા દેવી પ્રસન્ન થાય છે.

જો તમે કીડીઓને લોટ ખવડાવો છો તો તેનાથી પણ માતા અન્નપૂર્ણા દેવી તમારા પર પ્રસન્ન થાય છે. તમારા ઘરમાં ક્યારે પણ અનાજની કમી આવતી નથી. કીડીઓ, પશુઓ અને પક્ષીઓને ખવડાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રોમાં મહિલાઓને દેવી, લક્ષ્મી અને અન્નપૂર્ણા નો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે અને મહિલાઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે છે તે ઘરમાં સદૈવ માતા અન્નપૂર્ણા નો વાસ રહે છે અને અન્નપૂર્ણા દેવી ક્યારે તે ઘરમાં અન્ન ની કમી થવા દેતી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.