પાણીપુરીના રસિયાઓ માટે ખાસ / રસ્તા પર લારીની પાણીપૂરી ખાવાની શોખીન મહિલાઓ ખાતા પેહલા ખાસ વાંચી લે આ માહિતી, નહીતો થશે ભૂંડો હાલ પછી કેતા નય…

અજબ ગજબ

શું તમે પાણીપૂરી ખાવાના ખૂબ જ શોખીન છો? જો હા, તો હવે તમારે સાવધાની સાથે પાણીપૂરી ખાવી જોઈએ કારણ કે આજકાલ બહારનો ખોરાક સ્વાસ્થ્યને ખુબ મોટી માત્રામાં નુકસાન પહોચાડી શકે છે. બહારના ખોરાકમાં માત્ર ભેળસેળ જ નહી પરતું એવી વસ્તુઓ મળી આવી છે જેને જોયા બાદ તમે બહારની પાણીપૂરી ખાવાનું બંધ કરી દેશો…

હકીકતમાં એક જગ્યાએ પાણીપૂરીની લારીમાં પાણીપૂરી માંથી મોટા મોટા કીડા જોવા મળ્યા છે. જ્યારે પણ તમે સાંજે બજારમાં નીકળો છો ત્યારે તમે પાણીપૂરીની લારી પાસે ખુબ વધારે પડતી ભીડ જોઈ હશે.. જેઓ પાણીપૂરી ખાવાના શોખીન હોય છે તેઓ પોતાની જીભ પર કાબૂ રાખી શકતા નથી.

અને તરત જ તે લારીઓ પર ખાવા પહોંચી જાય છે. જોકે ઘણી વખત આપણે પાણીપૂરીના સ્વાદથી સંતુષ્ટ નથી હોતા, પરંતુ તેમ છતાં મન રાખવા માટે તેને ખાઈએ છીએ. પરતું આ ઘટના જાણ્યા બાદ તમે આગલી વખતે પાણીપૂરી ખાવા જશો તો ચોક્કસ આ બાબતો પર ધ્યાન આપશો..

કારણ કે લોકો પાણીપૂરી ખાતી વખતે સ્વચ્છતા જેવી વસ્તુ જોતા નથી. પાણીપૂરી ખાતી વખતે સ્વચ્છતાને અવગણવી એ સૌથી મોટી ભૂલ છે. સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે પાણીપૂરીની અંદર એક કીડો દેખાઈ રહ્યો છે.

જંતુઓના કારણે આ તસવીર ઈન્ટરનેટ પર જોરદાર શેર થઈ રહી છે. પાણીપૂરીના પાણીમાં ડુંગળી વગેરે નાખવામાં આવે છે, પરંતુ તેમાં એક નાનો કીડો પણ સ્પષ્ટ દેખાય છે. કીડાને જોયા પછી તમારા મનમાં આ પ્રશ્ન ચોક્કસ આવશે કે જ્યારે તમે લારી પર પાણીપૂરી ખાવા જશો તો શું તમે તેની અંદર જોઈ શકશો?

તે એકદમ સ્પષ્ટ છે કે પાણીપૂરી ખાતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેના વિના તમને ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે, ઈન્ટરનેટ યુઝર્સ આ તસવીર પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં પાણીપૂરી ખાતા પહેલા તેની અંદર ચોક્કસ જોઈ લેવું જોઈએ, આસપાસ કોઈ કીડો તો નથી ફરતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.