વકીલ ભાન ભૂલ્યા / ગાંધીનગરમાં ધુળેટીના દિવસે વકીલે મહિલાને ખેંચીને બાથમાં પકડી કર્યા એવા કાંડ કે રહીશોએ મારી મારીને ભૂત બનાવી દીધો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

ગાંધીનગરની સેક્ટર – 26 ગ્રીનસિટી સોસાયટીમાં 58 વર્ષીય નિવૃત ગ્રંથપાલ વૃદ્ધાની પાછળ મોહી જઈને બિભત્સ ચેનચાળા અને નનામી પ્રેમ પત્રો લખીને વર્ષ 2015 થી હેરાન પરેશાન કરતાં વકીલે ધૂળેટીનાં દિવસે તમામ હદ વટાવી દીધી હતી. તહેવારની આડમાં વકીલે મહિલાને ખેંચીને બાથમાં પકડી લેતા સોસાયટીનાં રહીશો વીફર્યા હતા. જેનાં કારણે વકિલે ધાબા પર ચઢી જઈને રહીશો પર છુટ્ટી ઈંટો ફેંકવા લાગ્યો હતો. જેથી રહીશોએ તેને બરાબરનો મેથી પાક ચખાડી ધોઈ નાખ્યો હતો. આ મામલે બંને પક્ષે સેકટર – 21 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

મહિલાને ગુલાલ લગાડી બાથમાં જકડી લેતાં મામલો બિચક્યો
​​​​​​ગાંધીનગરના સેક્ટર – 26 ગ્રીનસીટી સોસાયટીમાં ધુળેટીના દિવસે વકિલ યોગેશ ગજાનન કાનડેની કરતૂતથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. એકતરફી પ્રેમમાં અંધ બનેલાં વકીલે ધૂળેટીનાં તહેવારની આડમાં 58 વર્ષીય મહિલાને ખેંચીને ગાલ પર ગુલાલ લગાડી બાથમાં જકડી લેતાં મામલો બિચક્યો હતો. જેનાં કારણે રહીશોએ વકીલ યોગેશને ધૂળેટીનાં દિવસે બરોબરનો ધોઈ નાખ્યો હતો.

ગાંધીનગર સેક્ટર – 26 ગ્રીનસીટી સોસાયટીમાં રહેતાં 58 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ છેલ્લા દસ વર્ષથી સોસાયટીમાં રહેતો વકીલ યોગેશ ગજાનન કાનડે તેમની પર ખરાબ દાનત રાખીને હેરાન પરેશાન કરી બિભત્સ ઇશારા કરતો રહેતો હતો. તેમજ નનામી પ્રેમપત્રો લખીને તેમના કમ્પાઉન્ડમાં ફેંકી હેરાન કર્યા કરતો હતો.

આ બાબતે મહિલાએ વર્ષ 2015 માં વકીલ યોગેશની કરતૂતથી કંટાળીને પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે, તે વખતે યોગેશની પત્ની અને માતાએ પાડોશી તરીકે માફી માંગતા માનવતા રાખી તેમણે સમાધાન કરી લીધું હતું. આ ઘટના પછી યોગેશ થોડા વખત માટે સુધરી ગયો હતો. બાદમાં પાછું મહિલાને ઇશારા કર્યા કરતો રહેતો હતો. આથી આબરૂની બીકે મહિલા યોગેશનો ત્રાસ સહન કર્યા કરતી હતી.

આ દરમિયાન ધુળેટીનાં દિવસે તો વકીલ યોગેશ કાનડેએ તમામ હદ વટાવી દીધી હતી. તહેવાર નિમિત્તે મહિલા સોસાયટીની મહિલાઓ અને બાળકો સાથે ધુળેટી રમી રહ્યા હતા. તે વખતે યોગેશ હાથમાં અબીલ ગુલાલ લઈને મહિલા પાસે પહોંચી ગયો હતો અને મોઢા પર ગુલાલ લગાવી મહિલાને ખેંચીને બાથમાં ભરી લીધી હતી. આથી અન્ય મહિલાઓએ તેમને છોડાવ્યા હતા.

આ મામલે હોબાળો થતા સોસાયટીના રહીશો તેમજ પીડિત મહિલાનાં પુત્રો પણ દોડી આવ્યા હતા. જેનાં કારણે યોગેશ દોડીને તેના ઘરના ધાબા પર જતો રહ્યો હતો અને ત્યાંથી રહીશો પર ઈંટો ફેંકવા લાગ્યો હતો. જેનાં કારણે બે વસાહતીને ઇજા પણ પહોંચી હતી.

ધાબા પરથી યોગેશ બિભત્સ ગાળો બોલી છૂટા હાથે પથ્થરો ફેંકી પીડિત મહિલાની કારના કાચ પણ તૂટી ગયો હતો. જેમાં યોગેશની પત્ની અને પુત્ર પણ પથ્થરો ફેંકી રહ્યા હતા. યોગેશ રહીશોને ગાળો બોલી કહેવા લાગ્યો કે, હું વકીલ છું કાયદો મારા ખિસ્સામાં છે, બધાને ખોટા કેસમાં ફસાવી હેરાન પરેશાન કરી દઈશ. જેનાં પગલે સેક્ટર 21 પોલીસ મથકમાં યોગેશ અને તેની પત્ની વિરુદ્ધ આઇપીસી કલમ 337, 323, 504, 506(2), 427, 114, 354 અને 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/20/08_1647765562/mp4/v360.mp4 )

બીજી તરફ વકીલ યોગેશ કાનડેએ પણ ફરિયાદ નોંધાવી હતી કે, મહિલાનાં પતિ સાથે અગાઉ ઝગડો થયો હતો. જેની અદાવત રાખીને મહિલાના પતિ અને તેના બે પુત્રો સહિત સોસાયટીના નવ લોકો હાથમાં ડંડા લઈને ગાળો બોલી મારવા આવ્યા હતા. જેનાં કારણે બીકનો માર્યો ધાબા પર ચઢી ગયો હતો. આ બધા ધાબા પર આવીને કહેવા લાગ્યા કે, તું અવારનવાર બધા જોડે ઝગડા કરે છે. તેમ કહીને ફરી વળ્યા હતા. મારી પત્ની અને પુત્ર છોડાવવા માટે વચ્ચે પડતાં તેઓને પણ આ લોકોએ માર માર્યો હતો અને મારી કારના કાચ અને ઘરની બારીના કાચ પથ્થર ફેંકીને તોડી નાખ્યા હતા. જેનાં પગલે પોલીસે સોસાયટીના નવ લોકો વિરુદ્ધમાં આઇપીસી કલમ 143,147,148,149,323,325,504,337,427,452 અને 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.