બાપ રે આ શું / ભાજપની વર્ચ્યુઅલ મીટિંગમાં નેતાની જ અશ્લીલ ઓડિયો ક્લિપ વાગતા ખળભળાટ, સૌ કોઈ થયાં દંગ

ગુજરાત ટોપ ન્યૂઝ

કચ્છ જિલ્લા ભાજપની વર્ચ્યુઅલ મીટિંગ વિવાદ સર્જાયો છે, ચાલુ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે મંત્રી વાસણ આહીરની અશ્લિલ ક્લિપ વાગતા સૌ કોઈ દંગ રહી ગયું

  • અંજારમાં આયોજીત વર્ચ્યુઅલ મીટિંગમાં વિવાદ
  • મીટિંગમાં મંત્રી વાસણ આહીરની વાગી બિભત્સ ક્લિપ 
  • જિલ્લા ભાજપ પ્રમુખે થોડીવાર માટે ભાષણ અટકાવ્યું  

કચ્છ જિલ્લા ભાજપની વર્ચ્યુઅલ મીટિંગ વિવાદ સર્જાયો છે, ચાલુ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે મંત્રી વાસણ આહીરની અશ્લિલ ક્લિપ વાગતા સૌ કોઈ દંગ રહી ગયું હતું એટલું જ નહીં મીટિંગ દરમિયાન સતત એક મિનિટ સુધી આ ક્લિપ ચાલું રહી હતી જેને લઈ  મંત્રીની બિભત્સ ક્લિપ વાગતા થોડી વાર માટે મીટિંગ રોકવના ફરજ પડી હતી

અંજારમાં આયોજીત કરાઇ હતી વર્ચ્યુઅલ મીટિંગ
મહત્વનું છે કે આ અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી કે આ ક્લિપ કોણે સંભળાવી તે હજુ સુધી જાણી શકાયું નથી પરતું ભાજપના જ કોઈ નેતાએ આવું પરાક્રમ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે તે આ વર્ચ્યુઅલ મીટિંગમાં જિલ્લા ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ જોડાયેલા હતા જેમાં બપોરે મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન આ સ્થિતિ સર્જાઈ હતી

મંત્રી વાસણ આહીરની બિભત્સ ક્લિપ વાગી
ભાજપના જ કોઈ સભ્યએ માઇક પાસે જ મોબાઈલ રાખ્યો હોવાથી તેમાં અચાનક મંત્રી વાસણ આહીરની બિભસ્ત ક્લિપ ચાલુ થઈ ગઈ હતી આવી હરકત કરનાર વ્યક્તિએ મોબાઈલ બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલુ થયેલી ક્લિપ બંધ કરતા ન આવડતું હોવાથી સતત 60 સેકેન્ડ સુધી ક્લિપ માઇક પર જ ચાલુ રહી હતી. વિવાદિત બિભસ્ત ક્લિપનો ઓડિયો સંભળાતા જ સૌ કોઈ ક્ષોભમાં મુકાઈ ગયા હતા

ઘટના બાદ ભાજપમાં સોફો પડી ગયો 
આ બનાવને સૌ ભાજપ નેતાઓએ વખોડ્યો છે, ક્લિપ બાદ એવા પણ દાવોઓ થઈ રહ્યા છે કે આવવાર વિધાનસભાની ચૂંટણીઓમાં મંત્રી વાસણ આહીરનું પત્તુ કપાઈ જાય તે માટે આવી ઓડિયો ક્લિપ બેઠકમાં સંભળાવવામાં આવી હોઈ શકે, પરતું આ ઘટના બાદ ભાજપમાં સોફો પડી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.