નેતાના જલસા જનતાને ભારે પડશે / જુઓ ગુજરાતમાં નેતાઓની રેલીઓનો રેલો જનતા સુધી પહોંચ્યો, જુઓ એક સાથે આટલા બધા કેસ નોંધાતા ખળભળાટ મચ્યો

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના આંકડાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં 1069 કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 103 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 8,18,755 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ 98.31 ટકાએ પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર રસીકરણનાં મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,52,071 રસીના ડોઝ અપાયા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 3927 એક્ટિવ કેસ છે. જે પૈકી 11 નાગરિકો વેન્ટીલેટર પર છે. 3916 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,755 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10119 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે નવસારીમાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2ને રસીનો પ્રથમ, 413 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી 6106 નાગરિકોને રસીનો પ્રથમ, 34565 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19728 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 91258 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,52,072 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,95,87,417 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

રાજ્યમાં આજે કોરોનાના કુલ 1069 કેસ નોંધાયા છે તે પૈકી અડધા કેસ માત્ર અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે, સુરતમાં 156, વડોદરા કોર્પોરેશન 61, રાજકોટ કોર્પોરેશન 41, આણંદ 39, ખેડા 39, કચ્છ 22, વલસાડ 21, રાજકોટ 20, ગાંધીનગર કોર્પોરેશન 17, ગાંધીનગર-નવસારી 9-9, મોરબી-સુરત 8-8, ભરૂચ 7, દાહોદ-સાબરકાંઠા-વડોદરા 6-6, જામનગર કોર્પોરેશન 5, અમરેલી, ભાવનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન 4-4, ગીર સોમનાથ, જુનાગઢ, મહેસાણા 3-3, જામનગર, મહીસાગર, તાપીમાં 2-2, અરવલ્લી, બનાસકાંઠા, દેવભુમી દ્વારકા 1-1 કેસ નોંધાયો છે.

અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10119 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે નવસારીમાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 2ને રસીનો પ્રથમ, 413 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી 6106 નાગરિકોને રસીનો પ્રથમ, 34565 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.