મોટો નિર્ણય / 2022ની ચૂંટણી અગાઉ ભાજપમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા અંગે મહત્વના સમાચાર

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભાજપ સરકાર-સંગઠન વચ્ચે ટકરાવ ટાળવામાં હાઈકમાન્ડ સફળ થયું, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નેતૃત્વ પરિવર્તન અંગે કોઈ સંભાવના નથી

 • ગુજરાત ભાજપ સરકાર-સંગઠનને લઈ મહત્વના સમાચાર
 • સરકાર-સંગઠન વચ્ચે ટકરાવ ટાળવામાં હાઈકમાન્ડ સફળ
 • નેતૃત્વ પરિવર્તન અંગે કોઈ સંભાવના નથીઃ સૂત્ર

ગુજરાત ભાજપ સરકાર-સંગઠનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકાર-સંગઠન વચ્ચે ટકરાવ ટાળવામાં હાઈકમાન્ડ સફળ થયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નેતૃત્વ પરિવર્તન અંગે કોઈ સંભાવના નથી. સરકાર-સંગઠનને 2022ની ચૂંટણી અંતર્ગત કામગીરી માટે આદેશ અપાયો છે. અને વધુમાં વધુ લોકો વચ્ચે જવા સરકાર અને સંગઠનને આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ મંત્રીઓને પણ તમામ જિલ્લાઓમાં પ્રવાસ માટે આદેશ આપવામાં આવ્યા છે. અગાઉ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે CM રૂપાણીની કાર્યશૈલીના વખાણ કર્યા હતા. ત્યારે હવે CM રૂપાણી પણ સમગ્ર ગુજરાતના જિલ્લાઓનો પ્રવાસ કરશે.

ભાજપના ધારાસભ્યોએ કરવું પડશે ચૂંટણીનું લેશન

ભાજપના ધારાસભ્ય-સાંસદ હવે પ્રદેશ ભાજપના વિદ્યાર્થી બનશે. વિદ્યાર્થીની જેમ MLA-MPએ પાર્ટીને લેશન બતાવવું પડશે. જેના માટે ભાજપના MLA-MPને પ્રદેશ સંગઠન ટેબલેટ પણ આપશે. ટેબલેટમાં ચૂંટાયેલા સભ્યએ રોજે રોજનો રિપોર્ટ સબમીટ કરવો પડશે. ભાજપ પાર્ટી પેપરલેસ અને ડિઝિટલાઇઝેશન તરફ વળી રહી છે. ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે પ્લાનિંગ કર્યું છે. સતત પ્રચાર–પ્રસારમાં વ્યસ્ત રહેવા ધારાસભ્યને આદેશ કરી દેવાયા છે. ચૂંટાયેલા સભ્યની દરેક કામગીરનું રોજ મોનિટરિંગ કરાશે. રોજે રોજની કામગીરીની પ્રદેશ પ્રમુખ પાટીલ પાસે માહિતી જશે. લોકોની સમસ્યા અને તેના ઉકેલનું પ્લાનિંગ કરવું પડશે. ટેબલેટના માધ્યમથી ધારાસભ્યની કામગીરીનું મૂલ્યાંકન થશે.

શું હશે ટેબલેટમાં ?

 • ભાજપે એક એપ્લિકેશન બનાવી છે
 • આ એપ્લિકેશનમાં એક ડેસબોર્ડ બનાવાયું છે
 • ડેસ બોર્ડમાં જ પાર્ટી અને ધારાસભ્યની ગતિવિધિ જાણી શકાશે
 • પાર્ટી MLA-MPનો ઓનલાઇન જ મિટીંગના આમંત્રણ આપશે
 • ઓનલાઇન પાર્ટી અને સભ્યો સાથે સંવાદ થશે
 • MLA-MP કામગીરી કરશે તો સીધા એપ કે ડેસ બોર્ડ પર આવી જશે
 • ડેસ બોર્ડથી ડે ટુ ડેની કામગીરી પ્રમુખની પાસે ફોરવર્ડ થઇ શકે
 • સભ્યને દરોજની કામગીરીનું પાર્ટી હોમ વર્ક પણ આપી શકશે
 • હોમ વર્કમાંથી સભ્યએ શું કામ કર્યું તે ડેસ બોર્ડથી પાર્ટી જાણી શકશે
 • પ્રધાનમંત્રીની દરેક સ્પીચ અને વાત દરોજ સભ્યો સુધી પહોંચશે
 • MLA-MPની દરોજ જે કામગીરીનું સીધુ પ્રદેશ પ્રમુખ પણ મોનિટરીંગ કરી શકશે
 • દરોજના સમાચારના પ્રવાહ અને પાર્ટીની દિશા પણ ટેબલેટમાં હશે
 • સંપૂર્ણ રીતે પાર્ટી MLA-MPને ડિઝિટલાઇઝ કરાશે

Leave a Reply

Your email address will not be published.