અરે બાપરે / અચનાક જ દસમાં માળેથી નીચે ખાબકી બિલાડી અને થયા એવા હાલ કે… વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

અજબ ગજબ

ઘણીવાર કેટલાક રેસ્ક્યુ વીડિયો(Rescue video) સોશિયલ મીડિયા(Social media) પર ઘણી હેડલાઇન્સ બનાવતા રહે છે. હાલમાં એક બિલાડીનો વિડીયો(Viral video) સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ખરેખર 10મા માળેથી એક બિલાડી નીચે પડે છે. તેને બચાવવા માટે બે યુવકો જાળીની મદદથી બિલાડીને બચાવવાનો પ્રયત્ન કરે છે અને નીચે ઉભેલા લોકો કાપડ રાખીને ઉભા છે અને 10માં માળેથી નીચે પડતી બિલાડીને બચાવી લે છે.

હવે ઈન્ટરનેટની દુનિયામાં આ બિલાડીને બચાવનાર આ રેસ્ક્યુનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલ્ડિંગના 10મા માળની બાલ્કનીમાં એક સફેદ રંગની બિલાડી ફસાઈ ગઈ છે.

થોડી જ વારમાં બે લોકો તેને બચાવવા 10મા માળે પહોંચી ગયા. તે જ સમયે, અન્ય લોકો નીચે કપડા ફેલાવીને ઉભા જોવા મળે છે. આવી સ્થિતિમાં, જ્યારે બાલ્કનીમાં હાજર લોકો લાકડીની મદદથી બિલાડીને પોતાની બાજુમાં લાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે જ બિલાડી ત્યાંથી પડી જાય છે. પણ નીચે ઊભેલા લોકો બિલાડીને બચાવી લે છે.

સોશિયલ મીડિયા યુઝર્સ બિલાડીને બચાવનારા લોકોની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. આ સાથે સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયોને શેર કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ તેના પર ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ પરથી કહી શકાય કે, આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે પ્રાણીઓની જાન બચાવવા માટે જરા પણ અચકાતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જ્યારે બાલ્કનીમાં હાજર લોકો લાકડીની મદદથી બિલાડીને પોતાની બાજુમાં લાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે જ બિલાડી ત્યાંથી પડી જાય છે. પણ નીચે ઊભેલા લોકો બિલાડીને બચાવી લે છે. સોશિયલ મીડિયા યુઝર્સ બિલાડીને બચાવનારા લોકોની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.