પ્રેમ એવી વસ્તુ છે જેમાં કોઈ અવરોધો નથી. જ્યારે લોકો પ્રેમમાં પડે છે ત્યારે તેઓ સંપૂર્ણપણે અંધ થઈ જાય છે. ઘણી વાર આપણે સમાજમાં આવી ઘટનાઓ વિશે સાંભળ્યું છે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કોઈ સંબંધી સાથે ફરાર થઈ જાય છે. પરંતુ આ વખતે પશ્ચિમ બંગાળના હાવડામાં એક એવી ઘટના સામે આવી જેણે અન્ય તમામ ઘટનાઓને પાછળ છોડી દીધી.
એક સાસુ તેના જમાઈ સાથે ભાગી ગઈ. જી હા, ઘટના લીલુઆ પોલીસ સ્ટેશન હેઠળના જગદીશપુર નતુન વિશ્વાસ પાડાની છે. પશ્ચિમ બંગાળના સ્થાનિક મીડિયા અનુસાર, શિફાલી દાસની પુત્રી પ્રિયંકા દાસના લગ્ન રામપુરહાટના રહેવાસી કૃષ્ણ ગોપાલ દાસ સાથે થયા હતા.
પરંતુ શનિવારે શિફાલી દાસ તેના જમાઈ સાથે ભાગી ગઈ હતી. અહેવાલ મુજબ, લગ્ન પછી બંને લાંબા સમયથી અફેરમાં હતા. સસરા બબલા દાસ અને તેમની પુત્રી પ્રિયંકા દાસે લિલુઆ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોતાની સાસુ સાથે ભાગી ગયેલા કૃષ્ણ ગોપાલ દાસની પત્નીનો આરોપ છે કે લગ્ન બાદ તેનો પતિ તેને મારતો હતો અને અપશબ્દો પણ બોલતો હતો.
પ્રિયંકાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેને તેના પતિ અને માતાના સંબંધો વિશે ખબર પડી અને તેનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી. મામલો વધી જતાં આરોપી પતિ પત્નીને છોડીને સાસરે રહેવા લાગ્યો હતો. આરોપ છે કે સાસરિયાંના ઘરમાં તેણે કેટલાક મહિનાઓ સુધી ઘર જમાઈ તરીકે રહેવાનું શરૂ કર્યું અને આ દરમિયાન સાસુ અને જમાઈ વચ્ચે નિકટતા વધી. આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!