અત્યારે ભારતભરના સેલીબ્રીટીઓ વેકેશન પર એક સામટા ગયા હોય એવું નજરે આવ્યું છે. અને આ વર્ષેતો ગુજરાતના સિંગરો અને કલાકારો પણ જાણે, વિદેશની ધરતી પર મોજ માણવા નીકળી ચુક્યા છે. ત્યારે ગુજરાતની સુર સામ્રાજ્ઞી ગણાતા અલ્પા પટેલ પણ પોતાના લગ્નજીવનના દિવસો હાલમાં માનવી રહ્યા છે.
કિંજલ દવે આજકાલ દુબઈની ગલીઓમાં ફરી રહ્યા છે. તો સીનીયર સિંગર ગીતાબેન રબારી આજકાલ યુએસએ જેવા ધનાઢ્ય દેશોમાં શોપિંગ કરતા નજરે ચડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રનું કલા ક્ષેત્રે ઘરેણું કહી શકાય, સૌરાષ્ટ્રની,આન બાન અને શાન અલ્પા પટેલ આજકાલ અંદમાન નિકોબારની ધરતી પર પોતાનું હનીમુન ઉજવી રહ્યા છે.
અલ્પાબેન પટેલના લગ્ન ઉદય ગજેરા સાથે થયા છે. તેમણે આજ વર્ષની શરૂઆતમાં 17 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી લીધા હતા ત્યારે, પણ અલ્પાબેને પોતાના લગ્નની ખુબ સુંદર સુંદર તસ્વીરો શેર કરી હતી.અલ્પા પટેલ(Alpa Patel) અને ઉદય ગજેરા(Uday Gajera) ના લગ્ન ખુબજ ધામધૂમથી કરવામાં આવ્યા હતા.
તેમના લગનમાં મોટા મોટા કલાકર સાધુ સંતો સહીત રાજકીય ક્ષેત્રે નામના ધરાવતા મોટા લોકો એ પણ હાજરી આપી હતી. જો વાત કરીએ અલ્પા પટેલ ના જેમની સાથે લગન થયા છે તેવા ઉદય ગજેરાની તો ઉદય ગજેરા પોતે શીમાંશી ગામના જે મેંદરડા તાલુકા ના જુનાગઢ જીલ્લા માં આવેલું છે. તેમણે આજ વર્ષની શરૂઆતમાં 17 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી લીધા હતા ત્યારે, પણ અલ્પાબેને પોતાના લગ્નની ખુબ સુંદર સુંદર તસ્વીરો શેર કરી હતી.
અલ્પાબેનના નીકટના વ્યક્તિના જણાવ્યા મુજબ અલ્પાબેને પોતાના લગ્ન પેહલા તેમનું પ્રિવેડિંગ શૂટ પણ રાજસ્થાનમાં કર્યું છે.આ ઉપરાંત બંનેનું એક ગીત પર રિલીઝ કરાયું હતું. જેનુ નામ સથવારો હતો, જે યુટ્યુબ પર નિહાળી શકો છો આ ઉપરાંત લગ્ન બાદ અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા એક ખાસ જગ્યા પર પ્રવાસે ગયા છે.
સામાન્ય રીતે બોલિવૂડના કલાકારો અને લગ્ન કરેલું યુગલ લગ્ન બાદ જ્યારે પ્રવાસ કરવા જાય છે, ત્યારે વિદેશની ધરતી પર જેમકે માલદિવ્સ કે કોઈ અન્ય સ્થળે ફરવા જાય છે .પરંતુ સૌરાષ્ટ્રના ગાયક કલાકાર અલ્પાબેન પટેલ ભારતની અંદર જ આવેલા અંદબાર અને નિકોબાર નામના ટાપુ પર પોતાનું હનીમૂન સેલિબ્રેટ કરવા માટે ગયા છે.
હનીમુન પ્રવાસની ઘણી બધી તસવીરો અલ્પાબેન પટેલ દ્વારા સોશિયલ મીડિયા મારફતે શેર કરવામાં આવેલી છે. જેમાં તેમના પતિ ઉદય ગજેરા પણ તેઓ સાથે એન્જોય કરતા જોવા મળે છે.
ઉદય ગજેરા કે જેઓ હાલમાં અમદાવાદ ખાતે મ્યુન્સીપાલટીમાં ઓડિટ ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરી રહ્યા છે. તેઓ ના લગ્ન માં રાજકીય ક્ષેત્ર ની મોટી હસ્તીઓ પધારીં હતી જેમાં પૂર્વ મીનીસ્ટર જયેશ ભાઈ રાદડિયા, ખોડલ ધામ ચેરમેન નરેશ ભાઈ પટેલ, ખોડલ ધામ ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી, બગસરા ના પૂર્વ ધારા સભ્ય લલિત ભાઈ કોટડીયા અને અન્ય કેટલાક રાજકીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
અલ્પાબેન પટેલની વાત કરીએ તો અલ્પાબેન પટેલએ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં પ્રખ્યાત કલાકારો માના એક કલાકાર છે. જેમને ખૂબ સંઘર્ષ અને મહેનત કરીને તેઓ આગળ આવ્યા છે. તેઓ અમરેલીના એક નાનાં ગામડામાંથી આવેલા છે, તેમના પિતાનું નિધન નાનપણમાં જ થયું હતું છતાં પણ તેઓ હાર માન્યા નહીં, અને સંઘર્ષ અને મહેનત ચાલુ રાખી અને આજે તેઓ આ મુકામ પર પહોંચ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!