અરરર / ‘મારા ઘરવાળા મને મારી નાખે તે પેહલા હું જ મરી જાવ’, જુઓ ધો.12 માં ભણતી છોકરીએ કર્યું એવું કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

આજકાલ લોકો પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કરી રહ્યા છે. તેની સંખ્યામાં દિવસે ને દિવસે વઘારો થતો જોવા મળે છે. લોકો પ્રેમના માટે પોતાની જાન આપવા પણ તૈયાર થઇ જાય છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના ડુંગરપુરમાં સામે આવ્યો છે. શુક્રવારે સાંજે 12મા ધોરણની વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં જ દોરડા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં વિદ્યાર્થીએ પ્રેમ પ્રકરણની વાત કરી છે. તેણે લખ્યું કે મારા પિતા અને ભાઈ મને મારી નાખે એ પેહલા હું મારી જાતને મારી નાખું છું. હાલ પોલીસ સુસાઈડ નોટની તપાસ કરી રહી છે. રામસગડા પોલીસ અધિકારી અમૃતલાલ મીણાએ જણાવ્યું કે પોલીસ સ્ટેશન વિસ્તારના નરેલી ગામની રહેવાસી રાજેન્દ્ર વારિયાની પુત્રી મનીષા(16) ધોરણ 12માં અભ્યાસ કરે છે.

તેના પિતા રાજેન્દ્ર વારિયા ગુજરાતમાં મજૂરી કામ કરે છે. શુક્રવારે સવારે મનીષા તેની શાળાએ ગઈ હતી. તે બપોરે શાળાએથી ઘરે પાછી ફરી હતી. આ દરમિયાન તેની માતા, બહેન અને ભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા. મનીષા ખેતરમાં ગઈ હતી અને જમ્યા પછી આવવાનું કહીને ઘરે આવી હતી.

લાંબા સમય સુધી મનીષા ન આવતા પરિવારજનોએ ઘરે જઈને જોયું તો મનીષા ઘરની અંદર ફાંસે લટકતી હતી. સંબંધીઓએ મનીષાને ફાંસીમાંથી નીચે ઉતારી, પરંતુ ત્યાં સુધીમાં તેણીનું મૃત્યુ થઈ ગયું હતું. આ પછી પરિવારજનોએ રામસાગડા પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી હતી.

પોલીસે ઘટનાની માહિતી મેળવી અને મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. સુસાઈડ નોટમાં એક છોકરા સાથેના પ્રેમ સંબંધનો ઉલ્લેખ છે. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીનીએ લખ્યું છે કે અન્ય એક છોકરી પણ તેના બોયફ્રેન્ડના પ્રેમમાં છે, તે છોકરીએ મૃતક છોકરીના પિતાને ફોન કરીને તેના વિશે જણાવ્યું હતું.

સુસાઈડ નોટમાં લખ્યું છે કે ‘તેના પિતા અને ભાઈ તેને મારી નાખે એની કરતા હું જ મરી જાવ તે વધારે સારું છે.’ પોલીસે સુસાઈડ નોટ કબજે કરી અને તપાસ હાથ ધરી છે. એસએચઓએ કહ્યું કે સુસાઈડ નોટના હેન્ડરાઈટિંગની તપાસ કરવામાં આવશે. પોલીસે મૃતકના મૃતદેહને ડુંગરપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે. સાથે જ પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *