તક્ષશિલાવાળી થતા થતા રહી ગઈ / સુરતના કતારગામમાં લાઈબ્રેરી અને ઓનલાઈનના ગોડાઉનમાં ભીષણ આગ લગતા 20 બાળકો ફસાયા : જુઓ વિડિઓ ફાયરબ્રિગેડે દિલધડક રેસ્ક્યુ કર્યા

ટોપ ન્યૂઝ સુરત

સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી એમ સ્ક્વેર બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બીજા માળે લાગેલી આગને કારણે ત્રીજા માળે 20 બાળકો ફસાઈ ગયા હતાં. જેથી તેમને તાત્કાલિક બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ત્રીજા માળે ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની ગાડીઓએ બહાર કાઢ્યાં હતાં. જો કે આગના ધુમાડાથી લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો હતો.આગ ઓનલાઈન વેચાતી પ્લાસ્ટિકની વસ્તુઓમાં લાગતાં વધારે પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો.

ડિવાઈન સેન્ટર નામના કોમ્પલેક્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી. જેનો ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો.જેથી ઉપર વિદ્યાર્થીઓ ઉપર ફસાઈ ગયા હતાં. જેઓને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં.

આગની દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડના અધિકારીઓ અને પોલીસ કાફલા સહિત મેયર અને ડેપ્યુટી મેયર સહિતના લોકો પહોંચી ગયાં હતાં. જેમણે રેસ્ક્યૂ કામગીરી કર્યા બાદ બાળકોની હિંમત વધારી હતી.

રેસ્ક્યૂ કરાયેલી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમે પરિક્ષાની તૈયારી માટે વાંચન કરી રહ્યા હતાં. એ દરમિયાન ધુમાડો આવ્યો હતો. જેથી અમે રાડા રાડ કરી હતી. સાથે જ ફોન કરી દીધા હતાં. તાત્કાલિક ફાયરબ્રિગેડ આવી જતાં અમને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/23/19_1645623995/mp4/v360.mp4 )

બેઝમેન્ટમાં ધુમાડો વધુ માત્રામાં હોવાથી ધુમાડાને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડ દ્વારા દિવાલમાં બાકોરૂં પાડવામાં આવ્યું હતું. કોમ્પલેક્સની બાજુમાં બાકોરૂં પાડીને મશીન મૂકી ધુમાડાને બહાર કાઢવામાં આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.