પાટણમાંથી ખુબ જ ચોકાવનારી ઘટના સામે આવે છે. પાટણમાં એક યુવતીએ સાસરિયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. આ યુવતીએ પહેલા પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા અને જ્યારે તેના સાસરીયા વાળા તેને હેરાન કરવા લાગ્યા ત્યારે તેને આ પગલું ભરવું પડ્યું.
જ્યારે યુવતીએ પ્રેમ લગ્ન કર્યા ત્યારે થોડો ટાઈમ માટે તેમના સાસરિયાના લોકો તેની સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરતા હતા. પછી ધીરે ધીરે તેઓનું વર્તન ખરાબ થતું ગયું. થોડા સમય પછી યુવતીએ એક પુત્રને જન્મ આપ્યો અને ત્યાર બાદ તેના સાસરિયાઓએ તમામ હેવાનિયતની હતો પાર કરી દીધી હતી.
પરંતુ તે મહિલાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી. કેમકે તેને પ્રેમ લગ્ન કર્યા હતા તેથી તેને પિયરિયાના લોકો સાથે પણ સારો સંબંધ ન હતો એટલે તે તેની પરેશાની ત્યાં પણ કહી શકતી ન હતી.
પતિએ પરેશાન કરવાની તમામ હદ વટાવી લીધી હતી અને તેથી અંતે હાર માનીને યુવતીએ ઝેર પીને મોતને વ્હાલું કરી લીધું હતું. જ્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે યુવતીએ તેની માતા સાથે વાત કરતા કહ્યું કે, ‘હું મારા પતિથી કંટાળી ગઇ છું, મારાથી હવે સહન થાય તેમ નથી અને તેથી હું ઝેર પીવ છું.’
ત્યાર બાદ તેની માતા ઘરે પરત ફરી અને ત્યારે યુવતીની તબિયત વધુ ખરાબ થઇ અને તેથી તેને ધારપુર લઇ જવામાં આવી હતી. જયારે માતાને જાણ કરવામાં આવી કે દીકરીને ધારપુર લઈ જવામાં આવી છે, ત્યારે માતા તરત જ ધારપુર ગઈ પણ માતા ત્યાં પહોચી તે પહેલા યુવતીનું મોત થઇ ચુક્યું હતું.
માતાએ જમાઇ પર આક્ષેપ લગાવ્યો કે, મારી દીકરીને મરવા માટે મજબુર કરી છે. માતાએ પોલીસને ફરિયાદ પણ નોધાવી છે. ફરિયાદ કરતા મારે જણાવ્યું કે, હીનાએ ચાર વર્ષ પહેલા પાટણ શહેરના મોટીસરા, પીપળાગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે અમારી વિરુદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યાં હતાં.
અને ત્યારબાદ બંને પરિવાર વચ્ચે અણબનાવ હતો. બંને પરિવાર વચ્ચે બોલવાના સંબંધ પણ ન હતા. તેથી સાસરિયાં વાળા દીકરીને મેણાંટોણાં મારતાં હતાં અને અને મારઝૂડ પણ કરતાં હતાં. ત્યાર બાદ હિનાએ પુત્રને જન્મ આપ્યો અને ત્યાર બાદ બને પરિવાર વચ્ચે સમાધાન થઇ ગયું હતું.
સંજયએ પુત્રના જન્મ બાદ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને રખડપટ્ટી કરતો હતો, અને તેથી ઘર ચલાવામાં ખુબ જ મુશ્કેલી પડતી હતી. તેથી હિનાએ ખાનગી ગાયનેક હોસ્પિટલમાં નોકરી શરૂ કરી. નોકરીએ આવવા-જવામાં વહેલા-મોડું થાય કે, ફોન ન ઉપાડે તો સંજય શંકા કરતો હતો અને હીના સાથે મારઝૂડ કરતો હતો.
હીના આ વાત માટે ઘણીવાર ઘરે આવીને રડી પણ છે. હીનાની માતાએ આગળ જણાવ્યું કે, પુત્રનું ભવિષ્ય ન બગડે તેથી અમે હીનાને સમજાવતા અને દિલાસો આપતા. આવું ઘણીવાર થયું છે.
હીનાને ગયા વર્ષે વધારે પડતી મારઝૂડ કરતાં સંજય વિરુદ્ધ ભરણપોષણની અરજી કોર્ટમાં કરી હતી.ત્યાર બાદ સંજયએ ઘરે આવીને આજીજી કરતાં સમાધાન કર્યું હતું.માતાએ દીકરીને મરવા મજબુર કરી હોવાના આક્ષેપ સાથે જમાઇ સંજય સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો