અરે બાપરે / પતિની આ ગંદી હરકત પર પત્નીનો પિત્તો ગયો, જુઓ પછી ગુસ્સામાં પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યું એવું કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લામાં જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરવા બદલ એક 24 વર્ષની મહિલાએ કથિત રીતે ધારદાર હથિયારથી તેના 26 વર્ષના પતિનો પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાખ્યો. આ ખૌફનાક વારદાત બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

પોલીસ અધિકારી ત્રિવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે વિનોદ રાજપૂતે તેની પત્ની સાથે જબરદસ્તીથી સંબંધ બનાવવાની કોશિશ કરી જેના કારણે નારાજ થયેલી તેની પત્નીએ તેના પર હુમલો કર્યો અને એક ધારદાર હથિયારથી તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો.

ત્રિવેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે આ ઘટના 7 ડિસેમ્બરની રાતની છે. પરંતુ પીડિત વિનોદે 13 ડિસેમ્બરે જતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ ઘટનાની જાણકારી સામે આવી છે. ઘટના બાદ તરત વિનોદે એક પ્રાઈવેટ ડોક્ટર પાસે પોતાની સારવાર કરાવી. ત્યારબાદ હવે તેને રાહત છે.

અત્રે જણાવવાનું કે આ ઘટના ટીકમગઢ જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી દુર જતારા પોલીસ મથકના રામનગરમાં 7 ડિસેમ્બરે ઘટી હતી. જો કે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ સોમવારે નોંધાઈ.

લગ્નના થોડા મહિનાઓમાં જ સંબંધમાં આવી ગઈ ખટાશ
તેમણે વધુમાં કહ્યું કે 2019માં લગ્ન થયા બાદ થોડા મહિનાઓમાં જ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડા થવા લાગ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે બંને અલગ રહેવા લાગ્યા. જો કે છેલ્લા કેટલાક સમયથી બંને સાથે રહેતા હતા. પીડિત વિનોદની ફરિયાદ બાદ તેની પત્ની વિરુદ્ધ આઈપીસીની કલમ 324 હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. અમે કેસની તપાસ કરી રહ્યા છીએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.