‘તું મારી નહિ તો કોઈની નહિ’ / ગ્રીષ્મા વેકરિયાની જેમ ફરી એક ‘હેમા’ હણાઈ, છડે ચોક પૂર્વ પતિને છારાના ઘા મારીને સરાજાહેર હત્યા કરી : જુઓ ઑડિયો કલીપ આવી સામે

ટોપ ન્યૂઝ ગુજરાત

કલોલ શહેરમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં બીજી હત્યાની ઘટના ઘટી છે. આજે કલોલ સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે 23 વર્ષીય યુવતીને રસ્તામાં આંતરીને પૂર્વ પતિએ પેટમાં આડેધડ છરાના ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી છે. આવી છે. કલોલ પોલીસે પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલની દેવીકૃપા સોસાયટીમાં રહેતી હેમા નંદવાણી અને ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા. જો કે, પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનવાનું ચાલુ રહેતા હેમાએ દોઢ વર્ષ પહેલા છુટાછેડા લઈ લીધા હતા. જો કે, છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. તે અવારનવાર હેમાને ફોન કરી પરત આવી જવા માટે કહેતો અને ધમકાવતો રહેતો.

હેમાની હત્યા પહેલાની ભાવેશ સાથેની એક કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી છે જેમાં ભાવેશ હેમાને પરત આવી જવાની ધમકી આપી રહ્યો છે. જો પરત નહીં આવે તો આખા પરિવારને ખતમ કરવાની ધમકી પણ આપી રહ્યો છે. આજે સાંજે કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલ રેલવે પૂર્વ 33 દેવી કૃપા સોસાયટીમાં રહેતી 23 વર્ષીય હેમા પરમાનંદ નંદવાણીએ ભાવેશ કેશવાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે પ્રેમ લગ્નના થોડા વખત પછી ભાવેશની ચાલ ચલગત સારી ન હોવાથી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. અને હેમાને ખબર પડી ગઈ હતી કે ભાવેશ પહેલેથી પરણિત હતો. જેને એક સંતાન પણ છે. તેમ છતાં તેને પ્રેમજાળમાં ફસાવીને પહેલી પત્નીને તરછોડી દીધી હતી.

આ આઘાત સહન ન થતાં ભાવેશની પહેલી પત્ની ગાંડાની માફક જીવન જીવતી હતી. જે હેમાથી સહન ન થતાં ભાવેશ જોડે દોઢ વર્ષ અગાઉ હેમાએ છૂટાછેડા લઈ લીધા હતા. તેમ છતાં ભાવેશ એકતરફી પ્રેમમાં પાગલ થઈને હેમાને ‘તું મારી નહીં તો કોઈ બીજાની પણ નહીં’ થવા દેવાની ધાક ધમકીઓ આપતો રહેતો હતો. એટલે સુધી કે ભાવેશ પરત પાછી નહીં આવે તો આખા પરિવારને પતાવી દેવાની પણ ધમકીઓ આપતો હતો. જેનાં કારણે હેમા ફફડી ઉઠી હતી. વારંવાર ભાવેશ પાછી આવી જવા માટે હેમાને રસ્તામાં આંતરીને ધાક ધમકીઓ આપતો રહેતો હતો.

ચારેક મહિના અગાઉ ભાવેશ હાથમાં છરો લઈને હેમાના ઘરની આસપાસ પણ ફરતો રહેતો હતો. જેનાં કારણે હેમાનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. જેનાં પગલે તેના પિતાએ ભાવેશનાં પરિચિત ને તેની કરતૂતનો વીડિયો ઉતારીને બતાવ્યો હતો. એ વખતે પણ ભાવેશને સમજાવ્યો હતો. પરંતુ તે હેમાને કોઈપણ ભોગે પાછી મેળવવા માંગતો હતો.

સમગ્ર ઘટના અંગે કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે જણાવતા કહ્યું હતું કે હેમા નામની યુવતીની હત્યા તેના પૂર્વ પતિ દ્વારા કરવામાં આવી છે. હાલમાં મૃતકનાં પરિવારજનોની પૂછપરછ કરીને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.