લાંચિયા અધિકારીની ખેર નથી / જુઓ ‘ગબ્બર ઈઝ બેક’ ફિલ્મની જેમ ગુજરાતમાં લાંચિયાઓને આ રીતે પાઠ ભણાવવાનો કરણી સેનાનો દાવો

ટોપ ન્યૂઝ ગુજરાત

રાજ્યભરમાં અવાર નવાર લાંચિયા અધિકારીઓના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે કરણી સેના દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી છે. કરણી સેના લાંચિયા અધિકારીઓ સામે ગુજરાત ભરમાં ઝુંબેશ ચલાવાશે અને કોઈ કેસમાં જરૂર પડશે એસીબી તથા સીબીઆઈનો સહારો લેવાશે.

રાજયની સતાધારી પક્ષનાં ધારાસભ્ય તથા સંસદસભ્ય દ્વારા પોલીસ પર રૂપિયા મંગાવાયાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને લખેલા લેટરને પગલે રાજકોટ સહિત રાજયભરમાં ચક્ચાર મચી જવા પામી છે. રાજકોટ શહેર પોલીસ સામે રોજબરોજ આક્ષેપ સાથે ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવાની સરકારની નેમ સાથે જાગૃત અને લોક પ્રશ્નોને વાચા આપવા ગુજરાતનાં તમામ જિલ્લામાં કાર્યરત સંગઠન રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા એ લાંચિયા અધીકારીઓ અને કર્મચારીઓ સામે ગુજરાતભરમાં ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી છે.

આવા અધિકારીઓએ સાનમાં સમજી જવા અને અરજદારોને હેરાન પરેશાન ન કરવા ચીમકી ઉચ્ચારી છે. તેમજ લાંચિયા અધિકારીઓનો ભોગ બનેલા અરજદારોને જે.પી. જાડેજાનો મો. નં. પર સંપર્ક કરવા અને કાયદાકીય લડતની ખાત્રી આપી છે. તેમજ રાજકોટ પોલીસ તોડકાંડ પ્રકરણમાં જરૂર પડે તો સીબીઆઈને પણ આધાર પુરાવા સાથે ફરિયાદ કરી લાંચિયા અધિકારીઓને પાઠ ભણાવવા રાજપુત કરણી સેના પાછીપાની નહી કરે તેવુ અંતમાં જણાવ્યુ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.