મોતની ચીચીયારીથી ગુંજી ઉઠયો લીંબડી-લખતર હાઈવે, જુઓ બે સગા ભાઈઓ ઘરે નીકળ્યા અને પછી થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં સતત વધારો થય રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-લખતર સ્ટેટ હાઈવે પર બે શ્રમજીવી ભાઈઓના મોત થયા છે. આ અકસ્માત બાઈક અને આઈસર વચ્ચે લીંબડી-લખતર હાઈવે પર શિયાણી ગામ નજીક થયો હતો.

અકસ્માત થયા બાદ વાહનચાલક ભાગવાની કોશિશ કરતો હતો પણ પોલીસે પકડી લીધો હતો. ઘટનામાં અવસાન પામેલા બે ભાઈ રિક્ષાના સ્પેરપાર્ટ લેવા માટે લીંબડી આવી રહ્યા હતા. લીંબડી રિક્ષાના સ્પેરપાર્ટ લેવા જઈ રહેલા બે ભાઈને રસ્તામાં જ યમરાજ બનીને આઇશર સામે આવ્યું અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા.

આ બને ભાઈઓ ના નામ સુરેશભાઈ ભુપતભાઈ વાજા અને વાલજીભાઈ ભુપતભાઈ વાજા હતું. તેઓ લીંબડી તાલુકાના શિયાણી ગામે ભંગારનો ધંધો કરી રહ્યા હતા. સુરેશભાઈ અને વાલજીભાઈ છકડા રિક્ષાના સ્પેરપાર્ટ લેવા લીંબડી બાઈક લઈને આવી રહ્યા હતા. લીંબડી-લખતર હાઈવે પર આવેલા શિયાણી ગામના પુલ ઉપર બાઈકનો આઈસર સાથે જોરદાર અકસ્માત થયો હતો. 

આ ઘટનામાં બાઈક સવાર સુરેશભાઈ અને વાલજીભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ આઈસર ચાલક ત્યાંથી ભાગી રહ્યો હતો પણ તે સમયે ત્યાં પોલીસ ટીમે, એસઆઈ એન.એચ.કુરેશી અને મયુરધ્વજસિંહ ઝાલાએ આઈસર ચાલકનો પીછો કરીતેને પકડી લીધો હતો.

આ ઘટનાની જન પરિવારને થતા પરિવાર અને ગામમાં જનોમાં શોકનું વાદળ ફરી વળ્યું છે. અકસ્માતમાં શિયાણી ગામમાં રહેતા બે સગા શ્રમજીવી ભાઈના મોત નિપજ્યા છે. આઇશર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. અને બંને ભાઇઓની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવી છે. આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *