બાપરે હાય-હાય / આ દેશમાં મોંઘવારી તો જુઓ, 700 રૂપિયે કિલો તો ખાલી લાલ મરચાંના, જુઓ બીજી બધી વાસ્તુના ભાવ જાણીને તમને લાગશે ઝટકો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા દેવાળું ફૂંકવાના આરે છે. ખાવા-પીવાની વસ્તુઓની કિંમત આકાશને આંબી રહી છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. શ્રીલંકાના Advocata Instituteએ મોંઘવારીને લઈને આંકડા જાહેર કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ખાવાની વસ્તુઓની કિંમત એક મહિનામાં જ 15 ટકા વધી છે. તેમાં વધારાનું સૌથી મોટું કારણ શાકભાજીની કિંમતમાં અત્યંત વધારો બતાવવામાં આવ્યું છે.

શાકભાજીના ભાવ વધારાથી લોકો પરેશાન:
Advocata Instituteના Bath Curry Indicator દેશમાં રિટેઈલ વસ્તુઓની મોંઘવારીને લઈને આંકડા જાહેર કરે છે. BCIએ જણાવ્યું કે નવેમ્બર 2021થી ડિસેમ્બર 2021ની વચ્ચે ખાદ્ય વસ્તુઓની મોંઘવારી 15 ટકા વધી છે. તેનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં વધારો છે. શ્રીલંકામાં 100 ગ્રામ મરચાંની કિંમત જ્યાં 18 રૂપિયા હતી. હવે તે વધીને 71 રૂપિયા થઈ ગઈ છે.

એેટલે એક કિલો મરચાંની કિંમત 710 રૂપિયા થઈ ગઈ છે. એક જ મહિનામાં મરચાંની કિંમત 287 ટકાનો વધારો થયો છે. આજ રીતે રીંગણની કિંમતમાં 51 ટકા, લાલ ડુંગળીની કિંમતમાં 40 ટકા અને બીન્સ, ટામેટાની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે. લોકોને એક કિલો બટાકા માટે 200 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. શ્રીલંકામાં આયાત ન થઈ શકતાં દૂધનો પાઉડર પણ ઘટી ગયો છે.

કુલ મળીને 2019 પછી આ કિંમત લગભગ બેગણી વધી ગઈ છે. અને ડિસેમ્બર 2020ની સરખામણીમાં 37 ટકાનો વધારો થયો છે. તેનો અર્થ એ છે કે ચાર લોકોના સરેરાશ પરિવાર પર ડિસેમ્બર 2020માં ખાદ્ય પદાર્થો પર સાપ્તાહિક રીતે 1165 રૂપિયા ખર્ચ કર્યા હતા. અને હવે તેમને આટલા જ સામાન માટે 1593 રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

શાકભાજીની શું કિંમત છે: ટામેટા – 1 કિલોના 200 રૂપિયા, રીંગણ – 1 કિલોના 160 રૂપિયા, ભીંડા – 1 કિલોના 200 રૂપિયા, કારેલા – 1 કિલોના 160 રૂપિયા, બીન્સ – 1 કિલોના 320 રૂપિયા, કોબી – 1 કિલોના 240 રૂપિયા, ગાજર – 1 કિલોના 200 રૂપિયા, કાચા કેળાં – 1 કિલોના 120 રૂપિયા

મોંઘવારીના કારણે લોકો હેરાન-પરેશાન:
વધતી મોંઘવારીના કારણે સામાન્ય લોકો પરેશાન છે અને લોકોને પેટ ભરાય તેટલું ખાવાનું પણ મળતું નથી. એક ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે તેનો પરિવાર હવે ત્રણની જગ્યાએ બે ટંકનુ ભોજન જ મેળવી રહ્યો છે. તેના માટે ગાડીની લોન ચૂકવવી મુશ્કેલ બની છે. વિજળી, પાણી અને ખાવા-પીવાના ખર્ચ પછી કંઈ બચતું નથી કે ગાડીની લોન ભરી શકું.

દેશમાં આર્થિક ઈમરજન્સી:
ખાવાના પદાર્થની વધી રહેલી કિંમતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ દેશમાં આર્થિક ઈમરજન્સી લાગુ કરી દીધી છે. તે અંતર્ગત સેનાને અધિકાર આપવામાં આવ્યો છે કે તે સુનિશ્વિત કરે કે ખાવા-પીવાનો સામાન સામાન્ય લોકોને તે કિંમત પર મળે, જે સરકારે નક્કી કર્યું છે. શ્રીલંકાની આર્થિક બદહાલીના અનેક કારણ છે. જેમાં કોવિડ મહામારી, વધતો સરકારી ખર્ચ અને ટેક્સમાં ભારે ઘટાડાનો સમાવેશ થાય છે. કોવિડે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને લગભગ નષ્ટ કરી દીધો છે. સરકારી ખજાનો ખાલી છે અને શ્રીલંકા પર વિદેશી દેવાનું ભારણ પણ સતત વધી રહ્યું છે.

પાંચ લાખ લોકો ગરીબ બન્યા:
વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે કોવિડની શરૂઆતથી અત્યાર સુધી શ્રીલંકામાં પાંચ લાખ લોકો ગરીબી રેખાથી નીચે ચાલ્યા ગયા છે. ડિસેમ્બરમાં ખાવાની વસ્તુઓ 22.1 ટકા મોંઘી થઈ ગઈ છે. એવામાં શ્રીલંકા નાદાર જાહેર થાય તો તેમાં આશ્વર્યની કોઈ વાત નથી. આ વાતન આશંકા શ્રીલંકાના વિપક્ષી સાંસદ અને અર્થશાસ્ત્રી હર્ષ ડિસિલ્વા જાહેર કરી ચૂક્યા છે. તેમણે સંસદમાં કહ્યું હતું કે શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર ખાલી છે અને દેવું સતત વધી રહ્યું છે. એવામાં શ્રીલંકા સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે. શ્રીલંકાની કેન્દ્રીય બેંકના પૂર્વ ઉપ ગવર્નર વા વિજેવાર્દેનાએ કહ્યું કે શ્રીલંકાના ડિફોલ્ટર થવાનું સંપૂર્ણ જોખમ છે અને આવું થયું તો તેના બહુ ખરાબ પરિણામ આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.