મોદી આવશે ગુજરાત / જ્ઞાતિવાદી મુખ્યમંત્રીની માંગ વચ્ચે જુઓ ભાજપે શું બનાવ્યો પ્લાન, જાણો ક્યારે PM મોદી આવશે ગુજરાત

ગુજરાત ટોપ ન્યૂઝ

જ્ઞાતિવાદી મુખ્યમંત્રીની માગ વચ્ચે આ વખતે ભાજપ દ્વારા PM મોદીના નામે પ્રચાર કરવામાં આવશે. અગામી ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે

  • PM મોદીના નામે ભાજપ કરશે ચૂંટણી પ્રચાર 
  • ફ્રી વેક્સિનેશન અને ફ્રી રાશન પર ભાર અપાશે 
  • વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં આવશે ગુજરાત 

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અઢી દાયકાથી ગુજરાતમાં સત્તા ચલાવનાર ભાજપ દ્વારા આ વખતે ચૂંટણીને લઈને કઈક અલગ રણનીતી ઘડવામાં આવી છે. જ્ઞાતિવાદી મુખ્યમંત્રીની માગ વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણીની રણનીતી ઘડી લેવામાં આવી છે.

વડાપ્રધાનના નામે પ્રચાર

આપને જણાવી દઈએ કે ભાજપ 2022ની ચૂંટણીનો પ્રચાર વડાપ્રધાન મોદીના નામથી કરશે. ગુજરાતમાં ફરી સત્તા મેળવવા હવે ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના નામે ચૂંટણીની રણનીતી ઘડવામાં આવી છે. એટલે કે કોઈ પણ એક નેતાના નામને બદલે ભાજપ માત્ર વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ચૂંટણી પ્રચાર કરશે.

અગામી દિવસોમાં PM મોદી આવશે ગુજરાત 

દર વખતે ભાજપ સામે માત્ર કોંગ્રેસનો પડકાર રહેતો હતો. પરંતુ આ વખતે તો ભાજપ સામે આમ આદમી પાર્ટીનો પણ પડકાર છે. જેને લઈને ભાજપ અત્યારથી અલગ રીતે તેની રણનીતી ઘડી રહ્યું છે. 2022ની ચૂંટણી સુધીમાં હવે વડાપ્રધાન ગુજરાતનો ઝોનવાઈસ પ્રવાસ કરશે અને ચૂંટણીની રણનીતી ઘડશે.

સી.આર.પાટીલે મોદીની જીત ગણાવી 

આગામી થોડાક દિવસોમાં વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જોકે પાટણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકારી સંમેલનમાં મોદીની જીત ગણાવી હતી. જેમા તેમણે અલગ અલગ વીકાસલક્ષી અને રાહતની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ફ્રી વેક્સિનેશન પર ભાર મુકવામાં આવશે 

મહત્વનું છે કે ખાસ ફ્રી વેક્સિનેશન અને મફત રાશનને ભાજપ મુખ્ય પ્રચાર પ્રસાર તરીકે વેગ આપી શકે છે. એટલેકે માત્ર વડાપ્રધાન મોદીના વિકાસ કાર્યો સાતે ભાજપ ચૂંટણી પ્રચારમાં આ વખતે આગળ વધવાની છે.

Leave a Reply

Your email address will not be published.