ઠાકોર-પટેલ-મેવાણીની જોડી કોંગ્રેસનો બેડો પાર કરશે? / જુઓ કોંગ્રેસ પોતાના ‘બ્રહ્માસ્ત્ર’ તરફ, ગુજરાતમાં મોદી પણ નથી ભેદી શક્યા આ રણનીતિ, આ રણનીતિ થી ભાજપનું ટેંશન વધશે

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે જ્યારે વિપક્ષ નેતા તરીકે આદિવાસી નેતાનું નક્કી હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસે માધવ સિંહ સોલંકીના સમયના પોતાના બ્રહ્માસ્ત્રને ફરીથી ઉતાર્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું છે.

ગુજરાતમાં આજે જગદીશ ઠાકોરને નવા BOSS બનાવવામાં આવ્યા, જોકે કોંગ્રેસની રીત રહી છે કે પ્રદેશ પ્રમુખને વધારે પાવર આપવામાં આવતો નથી જેને લઈને પાર્ટીના કાર્યકરોમાં પણ ગણગણાટ રહે છે. એક બાદ એક ચૂંટણીઓમાં હાર અને પાર્ટીની અંદર જૂથવાદની સાથે ‘નીરસ હાઇકમાન્ડ’ પાર્ટી માટે મોટી સમસ્યા રહી છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ ક્યારના રાજીનામાં આપ્યા હોવા છતાં મહિનાઓ સુધી કોંગ્રેસમાં માત્ર ચર્ચાઓ થતી રહી અને હવે કોંગ્રેસે ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

નોંધનીય છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ અને SC અને ST વૉટરો પર કોંગ્રેસની સારી પકડ રહી છે. ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર જેવા દિગ્ગજ નેતાને ગુમાવ્યા બાદ જગદીશ ઠાકોરના રૂપમાં તેમની ભરપાઈ કરવામાં આવી રહી છે. આદિવાસી સમુદાયને લઈને છેલ્લા ઘણા વર્ષથી નેતૃત્વમાં શૂન્યતા આવી ગઈ છે ત્યારે કોંગ્રેસે સુખરામ રાઠવાને તેમાં જવાબદારી સોંપતા હવે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના કાર્યકરોમાં ઉત્સાહ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગુજરાત કોંગ્રેસમા આ વખતે ઠાકોર સમાજના નેતાને કમાન સોંપવાને લઈને કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે. મળતી માહિતી અનુસાર જગદીશ ઠાકોર(Jagdish Thakor)ને ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાના નામે મહોર લાગી છે.

જાણો કોણ છે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા?
અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા પણ માનવામાં આવે છે. જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે કોશિશ કરી રહી હોય તેવું જોતા લાગી રહ્યું છે.

સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં ખુબ સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન સોંપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આમ ગુજરાત કોંગ્રેસે OBC અને આદિવાસી નેતાઓના હાથમાં કમાન સોંપવામાં આવી છે.

જ્યારે કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ થઈ ત્યારે જ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ લોબિંગ કરીને હાઇકમાન્ડ પર દબાણ કર્યું હતું કે પાર્ટીનો નેતા તો બક્ષીપંચનો જ હોવો જોઈએ. હાર્દિક પટેલનું નામ અધ્યક્ષ તરીકે વચ્ચે વચ્ચે ઉછળ્યુ પણ ખરા પણ એટલો પ્રોત્સાહન મળ્યો નહીં. આ સિવાય વિપક્ષ નેતા તરીકે પાટીદારોના વિરજી ઠુમ્મરને આગળ કરવામાં આવી રહ્યા હતા પરંતુ છેલ્લે આદિવાસી નેતા સુખરામ રાઠવા પર કળશ ઢોળાયો છે. થોડા મહિના પહેલા જ રાજ્યના દિગ્ગજ દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પણ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસે આગામી ચૂંટણીમાં કોંગ્રેસે જ્ઞાતિનાં આધારે સોગઠાં ગોઠવી દીધા હોય તેવું દ્રશ્ય સર્જાયું છે.

નોંધનીય છે કે વર્ષ 2017માં યુપી ચૂંટણી બાદ તરત જ ગુજરાતની વિધાનસભા ચૂંટણી થઈ હતી, ભાજપના શબ્દોમાં કહીએ તો દેશમાં પીએમ મોદીની આંધી હતી છતાં ભાજપને ધાર્યા કરતાં ખૂબ ઓછી સીટો મળી હતી. યુપીની ભવ્ય જીત જોઈને પાર્ટીના ચાણક્ય અમિત શાહે કહ્યું હતું કે અબકી બાર 150 પાર, પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ભાજપ ત્રણ આંકડા સુધી પણ ન પહોંચી શકી અને સીટો 99એ અટકી ગઈ. ભલે કોંગ્રેસ હારી ગઈ હતી પરંતુ મોદી-શાહનાં ગઢમાં ભાજપને બહુમતી મેળવવામાં પરસેવા છોડાવી દીધા હતા.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં જગદીશ ઠાકોર નારાજ થયા હતા અને ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હોય તે કોંગ્રેસમાં ખૂબ ચર્ચાયુ હતું. 2017માં અલ્પેશ ઠાકોરની એન્ટ્રી બાદ તેઓ હનસિયામાં ધકેલાઇ ગયા હતા અને સાબરકાંઠા પ્રભારી તથા કોર કમિટીમાંથી તેમણે રાજીનામું આપી દીધું હતું. જગદીશ ઠાકોર 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે. જોકે 2022 આવતા આવતા પાર્ટીની કમાન જ તેમના હાથમાં આપવામાં આવી છે.

ગુજરાત સહિત દેશના છ મોટા રાજ્યોમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે ગુજરાત અને ઉત્તર પ્રદેશ બે રાજ્યો દેશના રાજકારણને ઉથલાવી શકે તેવી તાકાત ધરાવતા રાજ્યો છે. ઉત્તર પ્રદેશમાં તો કોંગ્રેસે પોતે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે અને તેઓ પાર્ટીમાં પ્રાણ ફૂંકવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં બીજી પાર્ટીઓ હજુ પ્રચાર ચાલુ પણ નથી કરી રહી ત્યાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો પણ આપી દીધો છે અને મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાનું મોટું એલાન પણ કર્યું છે. કોંગ્રેસ માટે બીજી મોટી ચેલેન્જ છે ગુજરાત.

સવાલ: તમે અગાઉ નારાજગીને કારણે રાજીનામું આપી દીધું હતું તોપણ તમને આ પદ મળ્યું એનું આશ્ચર્ય છે?
જગદીશ ઠાકોર: એ વખતે મેં સામેથી કહ્યું હતું કે મારી ભૂલ થઇ હોય તો કાન પકડવા તૈયાર છું. કોંગ્રેસનું નેતૃત્વમાં ભૂલને પણ ભુલાવવાની ખાસિયત છે.
સવાલ : તમારી કઇ ખાસિયત છે કે તમને પ્રમુખ બનાવ્યા?
જગદીશ ઠાકોર: વ્યક્તિગત રીતે મારી પસંદગી થવાથી હું કોંગ્રેસ ચલાવીશ એવું નથી. કોંગ્રેસની ટીમ અને કાર્યકર જ પાર્ટીનું કામ કરશે અને ચૂંટણીમાં ભાજપની સામે લડશે. મને આ જવાબદારી આપી છે તો હું સંભાળીશ.
સવાલ : ભરતસિંહ સામે તમને વાંધો હતો, તેથી રાજીનામું આપ્યું, તેઓ પ્રમુખ બનવા ઇચ્છતા હતા છતાં તમને પ્રમુખ બનાવ્યા, હવે તેમની સાથે કેવી રીતે કામ કરશો?
જગદીશ ઠાકોર: એ વાતને ઘણો સમય થયો. સમાધાન થયું અને પછી એની કોઇ ચર્ચા પણ થઇ નથી, હવે અમે સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

સવાલ : તમારા નામની જાહેરાત થઇ, પણ હાઇકમાન્ડે ખૂબ સમય લીધો, કોઇ ચોક્કસ ખેંચતાણ હતી કે શું?
જગદીશ ઠાકોર: અહેમદ પટેલ અને રાજીવ સાતવનું અકાળે અવસાન થયાં પછી અમારા પક્ષમાં એક મોટી ખોટ પડી, એને કારણે ઘણી બધી પ્રક્રિયા અટકી ગઇ હતી. સાતવે રિપોર્ટ બનાવી પણ દીધો હતો અને હાઇકમાન્ડ સાથે ચર્ચા થવાની બાકી હતી. નવા પ્રભારી રઘુ શર્માની નિમણૂક બાદ આ કામને પ્રાથમિકતા અપાઇ હતી અને બધું સમયસર થયું છે. કોઇ ખેંચતાણ ન હતી.
સવાલ : જાહેરાત થવામાં ઢીલ થઇ છે, જો ભાજપ વહેલી ચૂંટણી લાવે તો તમારી અને કોંગ્રેસ પાસે સમય રહેશે?
જગદીશ ઠાકોર: પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ખરાબ પરિણામોની સમીક્ષા કરીને રણનીતિ તૈયાર કરી છે એ પ્રમાણે જો કાલે પણ ચૂંટણીની જાહેરાત થઇ જાય તો અમે તૈયાર છીએ. અમારી રણનીતિ અને નિર્ણયો સ્પષ્ટ છે.

સવાલ : મારી પાસે ભાજપ જેટલા કાર્યકર્તાઓ નથી તો રણનીતિ કેવી રીતે અમલી કરશો?
જગદીશ ઠાકોર: ચૂંટણીમાં અમે ઉમેદવારો પસંદ કરીએ તો કાર્યકર્તાઓ પણ નથી હોતા, તેવા વિસ્તારોમાં પણ અમને 40-50 હજાર વોટ મળે છે. જો મતદારો હોય તો ત્યાં પ્લાનિંગ કેમ ન કરી શકાય, હવે અમે એ કરીશું.
સવાલ : પણ પ્લાનિંગ શું હશે?
જગદીશ ઠાકોર: 2022માં અમે લડાયક એપ્રોચ રાખીશું, પણ એમાં શાલિનતા હશે. બસો બાળવી, રસ્તા રોકવા એ જ વિપક્ષનું કામ એવી છાપ ઊભી થઈ છે એ ભૂંસવાનો પ્રયત્ન કરી ભાજપ સામે વૈચારિક લડાઇ લડીશું
સવાલ : સંગઠન નવું બનાવશો?
જગદીશ ઠાકોર: સંગઠનના માળખામાં અને નવી નિમણૂકો થશે અને જિલ્લા તાલુકા લેવલે જે બાકી છે ત્યાં નિમણૂક કરાશે.

સવાલ : તમે ઓબીસી નેતા છો, સુખરામ રાઠવા આદિવાસી નેતા છે, તો કોંગ્રેસમાં પાટીદાર ક્યાં?
જગદીશ ઠાકોર: સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, વીરજી ઠુંમર, પરેશ ધાનાણી અને અન્ય તમામ પાટીદાર ધારાસભ્યો અમારા પાટીદાર લડાયક નેતાઓ છે અને તેમની તાકાતનો પૂરો ઉપયોગ થશે. પાટીદાર સમાજને થયેલો અન્યાય અને 14 આંદોલનકારી યુવાનોનાં મોતને હજુ આ સમાજ ભૂલ્યો નથી. અમે દરેક જ્ઞાતિને સાથે રાખીને ચાલીશું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.