બેફામ બન્યા સીટી બસના ડ્રાઈવરો / વડોદરામાં સીટી બસના ડ્રાઈવરને નજર સામે ચાલતી યુવતી ન દેખાઈ, જુઓ સ્ટેશનમાં જ રીતસરની કચડી નાખી : જુઓ દર્દનાક વિડિઓ

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરામાં સિટીબસની અડફેટે યુવતીનું ઘટના સ્થળે મોત થતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. જુઓ સમગ્ર ઘટના થઇ CCTV માં કેદ

વડોદરામાં સિટી બસનું બેફામ ડ્રાઈવિંગ કરાતું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિટી બસના ચાલકે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યવુતીને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની બસ સ્ટેશનમાં પ્રવેશી રહી હતી. તે દરમિયા બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી એક બેફામ સિટીબસના ડ્રાઈવરે ગફલત ભરી રીતે યુવતીને અડફેટે લેતાં યુવતીનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ સમગ્ર ઘટના બસ સ્ટેશન પાસે લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

વડોદરામના સિટી બસ સ્ટેશનમાં આ બનાવ બન્યો હતો. સિટી બસ સ્ટેશનમાં એન્ટ્રી સમયે જ એક ડ્રાઈવરની બેદરકારીએ વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે. સિટી બસનો ડ્રાઈવર જયેશ પરમાર પોતાની બસ લઈને બસ સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો, ત્યાં MS યુનિવર્સિટીમાં ભણતી એક વિધાર્થિની મોબાઈલ ફોન પર વાત કરતા કરતા પસાર થઈ રહી હતી.

જોકે, જયેશ પરમારને તેની નજર સામે ચાલી રહેલી વિદ્યાર્થીની દેખાઈ ન હતી. તેણે યુવતીને બસ નીચે કચડી નાંખી હતી. સિટી બસના ડ્રાઈવર જયેશ પરમારની બેદરકારીથી એક વિદ્યાર્થીનું મોત નિપજ્યુ હતું. મૃતક વિદ્યાર્થીની સુરતની હોવાનુ અને શહેરના એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનુ સામે આવ્યુ છે.

CCTV ફૂટેજ જોતા અકસ્માતમાં મોતને ભેટેલી યુવતી મોબાઇલ ફોન ઉપર વાત કરતા-કરતા રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન વડોદરા સિટી બસના ડ્રાઈવર જયેશ પરમારના બેફામ ડ્રાઈવિંગને યુવતી બસ નીચે આવી જતાં ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે સિટી બસના ડ્રાઈવરને ઝડપી પાડ્યા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=2702419936720762 )

બસ સ્ટેશન પાસે આ ઘટના બનતા જ લોકોના ટોળા વળી ગયા હતા. આ બનાવને નરી આંખે જોનાર લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને મરનાર યુવતી અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.