ફ્લાઈટમાં તમામ હદો પાર, જુઓ છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા બે મુસાફરો, LIVE વિડિઓ જોઈને તમે ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ

ફ્લાઈટમાં લોકોના ગેરવર્તણૂકના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, એ જ રીતે હવે એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટમાં તાજેતરમાં જ એક વૃદ્ધ મહિલા મુસાફરની સીટ પર પેશાબ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે આજે બાંગ્લાદેશની ફ્લાઈટમાં બે પેસેન્જરોનો લેટેસ્ટ કિસ્સો સામે આવ્યો છે. (ઘટનાનો LIVE વિડિઓ નીચે આપેલો છે) 

ઝપાઝપીની વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે ફ્લાઈટ દરમિયાન જ બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે બંને મુસાફરો વચ્ચે ફ્લાઇટની અંદર જબર-જસ્ત ઝઘડો ચાલી રહ્યો છે. એક મુસાફર તો શર્ટ પહેર્યા વગર ઝઘડો કરી રહ્યો છે.

છેલ્લા કેટલાય દિવસોથી ભારતમાં યાત્રીઓનું ફ્લાઇટની અંદર ખરાબ વર્તન જોવા મળી રહ્યું છે અને વિડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો ટ્વિટરના એક યુઝર બિતાંકો બિસ્વાલે શેર કર્યો છે. 27 સેકન્ડના આ વીડિયોમાં તમેને ફ્લાઇટમાં થતી મારામારી દેખાશે. ( LIVE વિડિઓ નીચે આપેલો છે)

આ ઘટના બાંગ્લાદેશની ‘બિમાન બાંગ્લાદેશ’ દ્વારા સંચાલિત ફ્લાઈટની અંદર બની હતી.બંને વચ્ચેની આ લડાઈ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ છે. બંને મુસાફર વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ મારામારી અને ઝપાઝપી પર આવી ગયા હતા. (વિડિઓ નીચે આપેલો છે)

ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વિડિયોને 17 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. કેટલાક યુઝર્સ તો આ સમસ્યાને ગંભીર કહી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું- આ દક્ષિણ એશિયાના લોકોની તકલીફ જ છે. લોકોને વિદેશમાં નોકરીઓ મળી જાય છે, પરંતુ તેમને સભ્યતા શીખવવામાં નથી આવતી. આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.

વાયરલ વીડિયોમાં શર્ટલેસ પેસેન્જર પ્લેનમાં સવાર અન્ય પેસેન્જર સાથે ઉગ્ર બોલાચાલી કરતો જોવા મળી રહ્યો છે. શર્ટલેસ પેસેન્જર રડતો પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ લડાઈનું કારણ શું છે અને તે વ્યક્તિ શર્ટલેસ કેમ હતો કારણ કે આ વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોની તપાસ અંગે કોઈ માહિતી મળી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *