કાઠીયાવાડીનો ગજબનો કીમિયો / પોલીસે ટાયરમાં માર્યો લોક તો જુઓ આ સાહેબે જે કારનામુ કર્યું એ જાણીને તમે પેટ પકડીને હસી પડશો

રાજકોટ

રાજકોટમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. એક કારનો માલિક તેની કાર નો-પાર્કિંગની જગ્યામાં પાર્ક કરીને ક્યાંક ચાલ્યો ગયો હતો. થોડી વાર પછી પોલીસે કારના ટાયરમાં લોક મારી દીધું હતું. થોડી વાર પછી કારનો માલિક આવ્યો તેણે કારના ટાયરમાં લોક જોયું. પછી કારના માલિકે લોક સાથે આખું ટાયર જ કાઢી નાખ્યું હતું. તેની જગ્યાએ સ્પેર વ્હિલ ફીટ કરી લીધું હતું. એટલું જ નહીં કારનો માલિક જે ટાયરમાં લોક લાગેલું હતું એ ટાયર લોક સાથે લઈને ચાલતી પકડી હતી. આજકાલ રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા એક સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

જે અંતર્ગત રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો પર તેમજ ચેક પોઇન્ટ પરથી ટ્રાફીક નિયમ નો ભંગ કરી પસાર થનારા વ્યક્તિઓને દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત બ્લેક ફિલ્મ લાગેલી હોય, નંબર પ્લેટ લગાવવામાં આવેલ ન હોય તેમજ ફેન્સી નંબર પ્લેટ હોય તેવા વાહનોને ડિટેઇન કરવામાં આવી રહ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારના રોજ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા ઠાકર ધણી ટી સ્ટોલ પાસે એક વ્યક્તિએ પોતાની ફોર વ્હીલર કાર પાર્ક કરી હતી. નો પાર્કિંગની જગ્યામાં પાર્ક કરેલી કારમાં ટ્રાફિક શાખાના કોઈ કર્મચારી દ્વારા લોક લગાવવામાં આવ્યું હતું. કારનો માલિક પાસે પહોંચતા તેને પોતાની કારના ડ્રાઈવર સાઈડના ટાયરમાં ટ્રાફિક શાખાનું લોક લાગેલું જોવા મળ્યું હતું.

ત્યાર પબાદ કાર ચાલક દ્વારા લોક પર લખેલા નંબર પર કોલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ટ્રાફિક શાખાના કોઈ કર્મચારી દ્વારા લોક ખોલવા તેમજ હાજર દંડ લેવા ડોકાયા નહોતા. જેના કારણે કારના માલિકે લોક લગાવેલું ટાયર કાઢી તેની જગ્યાએ એક્સ્ટ્રા વ્હીલ લગાવી કાર હંકારી જતો રહ્યો હતો.

ત્યારે કાર ચાલક દ્વારા જે કીમિયો અપનાવવામાં આવ્યો હતો, તે જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. તેમજ હાજર રહેલા કેટલાક શખ્સો પૈકી કેટલાક શખ્સોએ કારચાલકના કીમિયાને જોઈ વાહવાહી પણ કરી હતી. બીજી તરફ આ મામલો એસીપી ટ્રાફિકને ધ્યાને આવતા તેમના દ્વારા હવે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે. તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. શું માત્ર કાર ચાલકને ઠપકો આપવામાં આવશે કે પછી સંબંધિત ટ્રાફિક શાખાના કર્મી ઉપર પણ પગલાં લેવામાં આવશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.