આલે લે / જુઓ તો ખરા અહીંયા પાણીના ભાવે વેચાય છે પેટ્રોલ, જાણો ક્યાં 25 રૂપિયા કરતા પણ સસ્તામાં વેચાય છે પેટ્રોલ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ધતાં જઈ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે દુનિયાના કેટલાંક દેશ એવા છે જ્યાં હજુ પણ એક લીટર પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું છે. ભારતમાં બોટલ પાણીના સરેરાશ 20 રૂપિયા છે. પરંતુ આ દેશોમાં પેટ્રોલ 20 રૂપિયાથી પણ સસ્તું છે.પેટ્રોલની વધતી કિંમતે લોકોને પરેશાન કરી દીધા છે. ભારતના અનેક શહેરોમાં હજુ પણ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર વેચાઈ રહ્યું છે.

ભારત જ નહીં તમામ દેશોમાં પેટ્રોલની કિંમત સતત વધી રહી છે. દુનિયાભરમાં પેટ્રોલની સરેરાશ કિંમત 91 રૂપિયા પ્રતિ લિટર છે. પરંતુ તેની વચ્ચે દુનિયાના કેટલાંક દેશ એવા છે જ્યાં હજુ પણ એક લીટર પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું છે. ભારતમાં બોટલ પાણીના સરેરાશ 20 રૂપિયા છે. પરંતુ આ દેશોમાં પેટ્રોલ 20 રૂપિયાથી પણ સસ્તું છે. આજે અમે તમને 5 એવા દેશના નામ જણાવીશું, જ્યાં પેટ્રોલ 25 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછા ભાવે વેચાઈ રહ્યું છે.

વેનેઝુએલામાં સસ્તું પેટ્રોલ: અમેરિકાનો પાડોશી દેશ વેનેઝુએલા અત્યારે રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે. આ દેશમાં કાચા તેલનો વિશાળ ભંડાર છે. પરંતુ અહીંયા મોંઘવારી તેની ચરમ સીમાએ છે. Globalpetrolprices.comના જણાવ્યા પ્રમાણે વેનેઝુએલામાં પેટ્રોલ 2 રૂપિયાથી પણ ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે.

ઈરાનમાં 3.86 રૂપિયા પ્રતિ લીટર મળે છે પેટ્રોલ: વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ કાચા તેલનો મોટો ભંડાર છે. ઈરાનથી કાચા તેલ ખરીદવામાં ભારત પણ છે. જોકે ઈરાનમાં એક લીટર પેટ્રોલ ભારતીય રૂપિયામાં 3.86 રૂપિયે પ્રતિ લીટર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અમેરિકાના પ્રતિબંધના કારણે ઈરાન ખુલ્લા બજારમાં કાચા તેલનું વેચાણ કરી શકતું નથી.

આ દેશોમાં પેટ્રોલનો વિશાળ ભંડાર: આ દેશ સિવાય સીરિયામાં એક લીટર પેટ્રોલ 16 રૂપિયામાં મળે છે. સીરિયાના આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. છેલ્લાં એક દાયકામાં આ દેશ આંતરિક ઝઘડાના કારણે પાછળ જઈ રહ્યો છે. આ સિવાય અંગોલામાં એક લીટર પેટ્રોલ 21.37 રૂપિયામાં મળે છે. ભારતીય રૂપિયાના હિસાબે નાઈજીરિયામાં એક લીટર પેટ્રોલ 24.88 રૂપિયામાં મળે છે. તો કુવૈતમાં એક લીટર પેટ્રોલ 26 રૂપિયામાં મળે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.