‘રાજકુમારી’ શિક્ષિકાનો શાહી અંદાજ તો જુઓ / પાણીમાં મેડમના પગ ભીના ન થાય તેમાટે વિદ્યાર્થીઓ પાસે કરાવ્યું એવું કામ કે વિડિઓ જોઈને તમે મન ભરીને ગાળો આપશો : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશની એક સરકારી શાળાનો ચોંકાવનારો વીડિયો વાયરલ સામે આવ્યો છે. શિક્ષાનું મંદિર જાણે કે મસાજ સેન્ટર હોય તેમ એક શિક્ષિકા માસૂમ બાળક પાસેથી મસાજ કરાવતી જોવા મળી. જુઓ ઉત્તર પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થાની પોલી ખોલતો વીડિયો ચર્ચાનું વિષય બન્યો છે.

કહેવાય છે ને કે શિક્ષક ક્યારેય સામાન્ય હોતા નથી. શિક્ષક જ હોય છે કે જેઓ તેમના શિષ્યોને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. વિદ્યારૂપી અમૂલ્ય ધન મેળવવા માટે એક સારા ગુરૂ કે શિક્ષકની જરૂર પડે છે. શિક્ષક પર જ દેશના ભવિષ્યના ઘડતરની જવાબદારી હોય છે. આવામાં હાલ સોશિયલ મીડિયા પર હાલ એક સરકારી શિક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરતા વીડિયો સામે આવ્યા છે. ( શાહી અંદાજનો વિડિઓ નીચે આપેલો છે )

વીડિયો ઉત્તર પ્રદેશના હરદોઈની એક સરકારી શાળાનો છે. વીડિયોમાં તમે એક વર્ગખંડમાં તો બાળકોને અભ્યાસ કરતા જોઈ શકો છો પણ બીજા વર્ગ ખંડમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેને જોઈને તમને અંદાજો આવી જશે કે આજના ટેકનોલોજીકલ યુગમાં પણ શિક્ષણનું સ્તર કેવું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષિકા આરામથી ખુરશી પર બેઠી છે. શિક્ષિકાના એક હાથમાં પાણીની બોટલ છે અને તે ધીમે ધીમે પાણી પી રહી છે. શિક્ષિકાની પાસે એક બાળક ઊભો છે જે શિક્ષિકાના હાથ દબાવી રહ્યો છે. આ શિક્ષિકા તો જાણે કે શિક્ષાનું મંદિર કોઈ મસાજ સેન્ટર હોય તેમ બાળક પાસેથી મસાજ કરાવી રહી છે. ( વાઇરલ વિડિઓ નીચે આપેલો છે )

આ શિક્ષિકા માસુમ બાળકો સામે પોતાનો રુતબો બતાવવા વચ્ચે વચ્ચે બાળકોને ધમકાવે પણ છે. વીડિયો બની રહ્યો છે છતાં આ શિક્ષિકાને કોઈનો ડર નથી. આ શિક્ષિકા દેશના ભવિષ્યને અંધકારમાં લઈ જઈ રહી છે. શિક્ષિકાનું નામ ઉર્મિલા સિંહ છે. આ પહેલા પણ શાળાના નિરિક્ષણ સમયે આ શિક્ષિકા બે વાર ગેરહાજર જોવા મળી હતી.

કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ શિક્ષિકા ભોજન બાદ ક્લાસમાં જ હાથ અને પગ ધોવે છે. આ શિક્ષિકાના વ્યવહારને લીધે પણ બાળકો અને સાથી શિક્ષકોમાં ડરનો માહોલ છે. જો કે સોશિયલ મીડિયા પર શિક્ષિકાના શાહી અંદાજનો વીડિયો વાયુવેગે વાયરલ થતાં શિક્ષણ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ( બન્ને વિડિઓ નીચે આપેલો છે )

કાર્યકારી મૂળભૂત શિક્ષણ અધિકારીએ શિક્ષક પલ્લવી શ્રોત્રિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ સિવાય ટીચર પાસેથી તેણે આવું કેમ કર્યું તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે, જેના જવાબમાં ટીચરે કહ્યું કે, ડોક્ટરોએ તેને પાણીથી દુર રહેવાની સલાહ આપી હતી, જેના કારણે તેણે આવું કર્યું. આ માટે આરોપી શિક્ષકે માફી પણ માંગી લીધી છે.

વિડીયોમાં દેખાતા આ નાના બાળકો સરકારી શાળાના છે, જ્યાં કોઈને તેમના ભણતર સાથે કોઈ લેવાદેવા નથી. તેમની ફરજ માત્ર એટલી જ છે કે શિક્ષક સાહિબાને વરસાદી પાણીથી ભરેલી આ શાળામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. મેડમ સાહિબાએ ગુરુઓ પ્રત્યેની શ્રદ્ધાને કારણે નાના બાળકોએ બનાવેલી આ ખુરશીઓના પુલ પર એક-એક પગથિયું રાખ્યું અને બાળકો શિક્ષકના પગલાં પ્રમાણે ખુરશીઓ આગળ-પાછળ ખસેડતા હતા, ત્યારે તો શિક્ષક શાળાએ પહોચી શક્યા. 

જો કે એ શિક્ષિકાપાસે આવું કરવાની પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે ડોક્ટરે એમણે પાણીથી બચવાની સલાહ આપી હતી અને એટલા માટે એમને સ્કૂલમાં પંહોચવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. નિવેદન બાદ શિક્ષિકાએ લોકો પાસે માફી પણ માંગી હતી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/28/74-hardoi-uttarpradesh_1659022731/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *