28મી માર્ચના રોજ રાત્રે 11 વાગ્યા બાદ અજાણ્યો તસ્કર દુકાનના પાછળના ભાગેથી બારી ખોલી અંદરની લોખંડની ગ્રીલના સળીયા તોડી તેમાંથી અંદર પ્રવેશી ઓફિસના ટેબલના ડ્રોઅરમાં મૂકેલા વેપાર ધંધાના ક્લેકશનના રોકડા 3450ની ચોરી કરી ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, બે મહિના પહેલા પણ આ જ દુકાનમાં ચોરી થઈ હતી. તે વખતે 3 લાખ 13 હજારથી વધુની રોકડની ચોરી થઈ હતી. જેથી દુકાનદાર દ્વારા અહિં CCTV લગાવવામાં આવ્યાં હતાં. આ વખતે ચોરી કરવા આવેલો શખ્સ શરીર પર ટી શર્ટ અને હાફ પેન્ટ પહેરીને આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલ એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરીને નાસી જતાં શખ્સને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!