વધુ એક દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ / જુઓ ઘરમાં જ ધમધમી રહ્યું હતું હાઈ પ્રોફાઈલ કુટણખાનું, ઝડપાયેલા દરેક યુવાનો એવી હાલતમાં મળ્યા કે જાણીને તમને પણ શરમ આવશે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

રાજધાની દિલ્હીના(Delhi) શાહદરા જિલ્લાના(Shahdara District) સીમાપુરીમાં(Seemapuri) સ્થિત એક મકાનમાં પોલીસે દેહવ્યાપારનો(Prostitution) પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે આ સંબંધમાં એક યુવક અને ચાર મહિલાઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ પ્રિન્સ (20), ગેંગ લીડર 38 વર્ષની મહિલા અને 20 થી 30 વર્ષની વચ્ચેની ત્રણ છોકરીઓ તરીકે થઈ છે.

આ ગેંગનો પર્દોફાશ કરવા માટે પોલીસે નકલી ગ્રાહકો મોકલીને આરોપીને પકડ્યો હતો. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીઓ કેટલા દિવસથી આ રેકેટમાં સામેલ હતા. પોલીસ ડેપ્યુટી કમિશનર આર. સત્યસુંદરમે જણાવ્યું કે, રવિવારે જિલ્લાના વિશેષ સ્ટાફને બાતમી મળી હતી કે સીમાપુરીના B-84/4 દિલશાદ કોલોનીના મકાનમાં શરીર સંબંધ બાંધવાનો ધંધો ચાલી રહ્યો છે. ત્યારબાદ આ માહિતી સ્થાનિક પોલીસ સાથે શેર કરવામાં આવી હતી. આ પછી, એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી અને પોલીસને દિલશાદ કોલોનીના ઘરે મોકલવામાં આવી હતી. અહીં એક નકલી ગ્રાહકને પહેલા કન્ફર્મ કરવા કહ્યું હતુ.

મળેલ માહિતી અનુસાર નકલી ગ્રાહક ઘરે પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો ત્યારે પ્રિન્સ નામનો યુવક બહાર આવ્યો. તેની સાથે વાત કર્યા બાદ આરોપીએ બે હજારમાં સોદો કરી નકલી ગ્રાહકને ઘરમાં બોલાવ્યો હતો. ત્યાં તેનો પરિચય 38 વર્ષીય મહિલા સાથે થયો હતો. આ પછી મહિલાએ ત્રણ યુવતીઓને નકલી ગ્રાહકની સામે રજૂ કરી. ત્યાર પછી આ નકલી ગ્રાહકે બહાર રાહ જોઈ રહેલી ટીમને જાણ કરી. જે બાદ ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો અને પાંચેયને સ્થળ પર જ દબોચી લીધા હતા.

તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે જે ઘરમાં દેહવ્યાપાર ચાલતો હતો તે મુખ્ય મહિલા છે. આ સિવાય યુવતીઓ નોઈડા, મુસ્તફાબાદ અને યમુના વિહારની રહેવાસી છે. આરોપી પ્રિન્સ પણ દિલશાદ કોલોનીમાં રહે છે. હાલ તો પોલીસે દરેક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કર્યા બાદ સીમાપુરી પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.