નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતમાં હવસખોરો બેફામ બન્યા હોય તે રીતે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સુરત અને ગાંધીનગરમાં બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે ત્રણેય બનાવો બન્યા હતા. આ કેસમાં પોલીસે માનસિક વિકૃત આરોપી યુવકની ધરપકડ કરતા ત્રણેય ઘટનાઓ ઉકેલાઈ ગઈ છે. ભોગ બનનાર બાળકીઓમાં એક બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, બીજી બાળકીની અને ત્રીજી બાળકીની આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી છે. આરોપીની પુછપરછમાં ત્રીજી બાળકીની પણ હત્યા કરી હોવાની કબુલાત કરવામાં આવી રહી છે.
આ ઘટનામાં માનસિક વિકૃત યુવકની ધરપકડ કરાયા બાદ આજે રેંજ આઈજી અભય ચુડાસમાએ એક પત્રકાર પરિષદ કરીને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપી વિજય પોપટજી ઠાકોર નામના શખ્સે ગુજરાતમાં તહેવારોમાં બનેલ ત્રણેય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ વ્યક્તિ સામાન્ય રીતે બાળકીને લાલચ આપીને કે પછી બીજી કોઈ રીતે પોતાના પરિવારથી અલગ કરીને દુષ્કર્મ કરતો હોવાનું ખુલ્યું છે. આ વ્યક્તિ એકદમ માનસિક રીતે બિમાર છે. પોલીસે 11 તારીખ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે. પોલીસ હાલ તેની સઘન પુછપરછ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં બાળકીઓ પર આવી ઘટના સાંખી લેવાય નહીં, જેના કારણે ધરપકડ કરાયેલ આરોપીને કડકમાં કડક સજા થાય તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી છુટક મજૂરી કરે છે, તે ક્યારેક મજૂરીએ જાય છે અને ક્યારેક જતો નથી. આ વ્યક્તિને મોબાઈલ પર પોર્ન ફિલ્મો જોવાનો શોખીન છે, અને ક્યારેક ક્યારેક તે દેશી દારૂ પણ પીવે છે. આ બન્ને વસ્તુઓના કોમ્બિનેશનના કારણે તેનાાં વિકૃતિ આવી છે અને બાળકીઓને શિકાર બનાવે છે.
એક બાળકીને તેણે ચલ તને કપડા અપાવું કહીને લાલાચ આપીને લઈ ગયો હતો, બીજી બાળકીના કેસમાં તે મોબાઈલ પર રમતી હતી, ત્યારે આરોપી તેનો મોબાઈલ લઈને ભાગ્યો અને બાળકી તેનો મોબાઈલ પાછો મેળવવા માટે તેની પાછળ ભાગી હતી અને પછી તેને લઈ ગયો હતો. અન્ય ત્રીજી બાળકી કે ત્રણ વર્ષની છે જેનું આરોપીએ હત્યા કરી છે. તે બાળકી તેના પતરાના ઘરમાં તેના પરિવાર સાથે રહેતી હતી. તેના ઘરમાં ઘૂસીને તેણે સૂતેલી બાળકીને ઉંચકીને લઈ ગયો હતો. આ એક પ્રકારની માનસિક વિકૃતિ છે. હાલ સધન પુછપરછ ચાલું છે. અને આરોપીના બીજા ગંભીર ગુનાઓ હશે તેના વિશે જાણકારી મેળવાઈ રહી છે.
બીજી બાળકી વિશે રેંજ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, બાળકીનો મોબાઈલ છૂટવીને તે ભાગ્યો ત્યારે બાળકી તેના પાછળ પાછળ ભાગી હતી. પછી તેણે જોયું કે હવે બાળકી એકલી છે ત્યારે આરોપીએ ઉંચકીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીને છોડી દીધી હતી અને બાળકી તેના ઘર સુધી પહોંચી ગઈ હતી. આ બાળકી લગભગ 7 વર્ષની છે. લગભગ આ ઘટના સાંતેજની આસપાસ આવેલી કેનાલની નજીક જ બનેલી છે.
આપ્રકારના આરોપીઓ લગભગ મોબાઈલનો ઉપયોગ કરતા નથી, પરંતુ આ કેસમાં આરોપી માનસિક બિમાર છે. આરોપી વિશે મળતી માહિતી પ્રમાણે વિજય ઠાકોર નામના આ શખ્સ પરિણીત છે. અને તેણે ત્રણ, પાંચ અને સાત વર્ષની બાળકી દુષ્કર્મ કર્યું છે. આરોપીને દારૂ પીવાની અને પોર્ન ફિલ્મો જોવાની ખુબ જ ગંદી આદત હતી. આરોપીએ જે બાળકીની હત્યા કરી છે તેમાં એક મોટો ખુલાસો થયો છે કે બાળકીએ અવાજ કરતા તેની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આવી માનસિક વિકૃત તત્વોથી સાવધાન રહેવા પોલીસે લોકોને અપીલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!