સુરતનું નામ લજવાય તેવી ઘટના, જુઓ સોસાયટીના યુવકે દિવ્યાંગ કિશોરી સાથે કર્યું એવું કે જાણીને તમારું લોહી ઉકળશે

રાશિફળ

સુરત ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી, બળાત્કાર, બાળકીઓ સાથે બળાત્કારના ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે.

સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના બની છે. સુરતના ગોપીપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાંગ કિશોરી સાથે તેના જ એપાર્ટમેન્ટના 28 વર્ષીય યુવક વિરલ શાહે તેની છેડતી કરી હતી. દિવ્યાંગ કિશોરી એપાર્ટમેન્ટના પેસેજમાંથી જઈ રહી હતી ત્યારે એપોર્ટમેન્ટનો યુવક વિરલ શાહ તેની નજીક આવ્યો હતો.

તેને દિવ્યાંગ કિશોરી સાથે અડપલા કર્યા હતા, જેથી કિશોરી તેનાથી દૂર ભાગી હતી. આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના પેસેજમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કિશોરીએ સમગ્ર ઘટના તેના પરિવારને જઈને કહી હતી. ત્યારે સીસીટીવીના આધારે કિશોરીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી.

અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે નરાધમ વિરલ શાહની અટકાયત કરી. મહારાષ્ટ્રના થાણેમાં શુક્રવારે રિક્ષા-ડ્રાઈવરે એક કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. બળજબરીથી વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો તો તે તેને ચાલતી રિક્ષામાં 500 મીટર સુધી ઢસડી ગયો હતો. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી લેવા માટે ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *