AAP-BJP ની બબાલ / ભાજપના આ નિવેદન પર જુઓ AAP નેતા મહેશ સવાણીનો સણસણતો જવાબ…

ગુજરાત ટોપ ન્યૂઝ

પેપર કાંડને લઈને ભાજપ અને આ પાર્ટી વચ્ચે રાજકારણ થયું હતું. ભાજપ કાર્યાલય પર આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આપ અને ભાજપના નેતાઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. પેપર કાંડમાં તપાસનો દોર ચાલુ છે તો બીજી બાજુ રાજકારણના રંગ પણ ગાંધીનગર ના માર્ગો પર દેખાઈ રહ્યા છે.

એક તરફ આરોપીને પકડીને કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે. તો બીજી બાજુ પેપર કાંડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણ એકબીજા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કમલમ ખાતે આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શન બાદ રાજકારણમાં હલચલ થઇ છે. ભાજપનો આરોપ છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગેરવર્તણૂક કરી તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ ન્યાય માટે વિરોધ પ્રદર્શન કર્યું હોવાની સ્પષ્ટતા કરી.

સમગ્ર વિરોધ મામલે અલગ અલગ ફરિયાદો નોંધાય છે. ત્યારે હવે કમલમ ખાતે થયેલા કાર્ય બાદ આપ અને ભાજપના નેતાઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ભાજપ નેતા યજ્ઞેશ દવે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, લોકશાહીમાં વિરોધ કરવો જોઈએ. વિરોધ કરવા માટે પણ ગરિમા જાળવવી જોઈએ.

આજે આમ આદમી પાર્ટી ના લોકોએ ગેરવર્તણૂક કરી છે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી માં ઘૂસીને વિરોધ કરવો એ યોગ્ય છે ? આ પ્રકારનો વિરોધ કરીને આમ આદમી પાર્ટી શું સાબિત કરવા માંગે છે ?

આ મામલે આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ જવાબ આપતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયા તેનો વિરોધ કર્યો હતો. અમારે આપની મિટિંગ હતી તેને રોકવા તમામ બસો ડિટેઈન કરી. કમલમમાં જે થયું તેના સીસીટીવી ફૂટેજ ભાજપ જાહેર કરે, ભાજપ આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરે છે.

પેપરકાંડમાં તપાસનો દૌર ચાલુ છે તો બીજી બાજુ રાજકારણના રંગ પણ ગ્રીનસીટી ગાંધીનગરના માર્ગો પર દેખાયા છે. એક તરફ આરોપીઓને પકડીને કડક સજા કરવાની માગ થઈ રહી છે. તો બીજી બાજુ પેપરકાંડમાં ભાજપ-કોંગ્રેસ અને આપ આ ત્રેણય આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. કમલમ ખાતે આપના વિરોધ પ્રદર્શન બાદ મામલો ગરમાયો અને પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ. ભાજપનો આરોપ છે કે આપના કાર્યકરોએ ગેરવર્તણૂંક કરી. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ ન્યાય માટે વિરોધ પ્રદર્શન કર્યુ હોવાની સ્પષ્ટતા કરી.

AAP નેતા મહેશ સવાણીએ આપ્યું સમગ્ર મામલે નિવેદન
મહેશ સવાણીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયા તેનો વિરોધ હતો. અમારે AAPની મિટિંગ હતી તેને રોકવા તમામ બસો ડિટેન કરી. કમલમમાં જે થયું તેના CCTV ફુટેજ ભાજપ જાહેર કરે. ભાજપ આંદોલનોને કચડી નાખવા તંત્રનો ઉપયોગ કરે છે. ઇસુદાને નશો કર્યો કે નહીં તેની મેડિકલ તપાસ થશે. ઇસુદાન ગઢવી કોઈપણ પ્રકારનો નશો કરતા નથી.

ભાજપ કાર્યાલય કમલમ્ પર AAP દ્વારા વિરોઘ પ્રદર્શન દરમિયાન AAPના નેતા ઈસુદાન ગઢવીએ નશાની હાલતમાં ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કરાયો છે. શ્રદ્ધા રાજપૂતે AAP નેતા ઈસુદાન ગઢવી સામે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો સમગ્ર વિરોધ પ્રદર્શન મામલે અલગ અલગ ફરિયાદો નોંધાઇ છે. ત્યારે હવે કમલમ ખાતે થયેલા ઘર્ષણ અને ઘર્ષણ બાદના આરોપ મામલે આપ અને ભાજપના નેતાઓ આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.

આપના હુમલા અંગે ભાજપ નેતા યજ્ઞેશ દવેનુ પણ નિવેદન સામે આવ્યું છે
યજ્ઞેશ દવેએ કહ્યું કે, લોકશાહીમા વિરોધ કરવો જોઇએ. વિરોધ કરવા માટે પણ ગરિમા જાળવવી જોઇએ. આજે આપના આસમાજિક તત્ત્વોએ ગેરવર્તુક કરી છે. આપ લોકશાહી ખોટી વાતો કરે છે. કોઇના પ્રાઇવેટ પ્રોપટીમા ઘુસીને વિરોધ કરવો અયોગ્ય છે. આ પ્રકારનો વિરોધ આપ શું સાબિત કરવા માંગે છે? આપ આ પ્રકારના વર્તણ ગુજરાત જનતા જવાબ આપશે.

AAP નેતા યોગેશ જાદવાણી એ નિવેદન આપતા કહ્યું ભાજપના નેતાઓએ આપ નેતાઓ પર જુઠ્ઠા આક્ષેપ લગાવ્યા
કમલમ ખાતે AAP દ્વારા વિરોધ પ્રદર્શન બાદ થયેલા આક્ષેપ મામલે AAP નેતા યોગેશ જાદવાણીએ કહ્યું કે, AAP નેતા કમલમ ખાતે પહોચ્યા હતા. ભાજપના નેતાઓએ આપ નેતાઓ પર જુઠ્ઠા આક્ષેપ લગાવ્યા છે. ઈસુદાન ભાઈ નશાની હાલતમાં હોય તેવા આક્ષેપ કરાયા છે. ઈસુદાનભાઈ ક્યારેય નશો કરી શકે નહીં. ગુજરાતમાં તાનાશાહીની રાજનીતિ ભાજપે કરી છે. અમારા પ્રદેશ કક્ષાઓના નેતાઓએ કમલમમાં રજૂઆત માટે પહોચ્યા હતા.

નિંદનીય હુમલોઃ CM અરવિંદ કેજરીવાલે પણ સમગ્ર ઘટના બાબતે ટ્વિટ કર્યું હતું 
ગુજરાતમાં ભાજપ-આપના કાર્યકર્તા વચ્ચે થયેલ ઘમાસાણ મામલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનું ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, નિંદનીય હુમલો, લાકડીઓ કે સરમુખત્યારશાહીથી પ્રજાના અધિકારનો અવાજ દબાવી ન શકાય

આપ નેતાઓ નશાની હાલતમાં હતા અને મહિલા સાથે ગેરવ્યવહાર કર્યોઃ શ્રદ્ધા રાજપૂત
શ્રદ્ધા રાજપુતે કહ્યું કે, AAP નેતાઓ નશાની હાલતમાં હતા. AAP નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. મહિલા નેતાની અરજી પર પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. પેપરલીક કાંડ મામલે વિરોધ કરવા કમલમ પર AAPના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિત કાર્યકરો પહોંચ્યા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.