બિહારના ભાગલપુરમાં બોમ્બ બનાવતી વખતે થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મૃત્યુ થયા છે. શહેરના કાજવલી ચક વિસ્તારમાં ગુરુવારે રાતે લગભગ 11.30 વાગ્યે થયેલા બ્લાસ્ટાના કારણે ચાર ઘર ધરાશયી થયા હતા. તેના કાટમાળમાં હજી પણ લોકો દબાયેલા છે. તેમને કાઢવાની કોશિશ હજી ચાલુ જ છે. સવારના 11.45 વાગ્યા સુધીમાં 12 શબને કાઢવામાં આવ્યા છે. વિસ્ફોટમાં 11 લોકો ગંભીર રીતે ઘાયલ છે. તેમની સારવાર ચાલી રહી છે. પોલીસને કાટમાળમાંથી 5 કિલો ગનપાઉડર અને મોટા પ્રમાણમાં લોખંડની ખીલ્લીઓ મળી છે. આ કારણે પોલીસ બોમ્બ બ્લાસ્ટના એન્ગલથી પણ ઘટનાની તપાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા જ IBએ ભાગલપુર પોલીસને આ અંગે ચેતવી હતી.
ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
વિસ્ફોટથી લગભગ 5 કિલોમીટર સુધીના વિસ્તારને અસર થઈ હતી. દસ હજાર પરિવાર ભયમાં જ રાત પસાર કરી હતી. ઘટના પર પીએમએ શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરતા લખ્યું બિહારના ભાગલપુરમાં બ્લાસ્ટથી થયેલા જાનહાનિના સમાચાર દુઃખદ છે. હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરુ છું. ઘટના અંગે મુખ્યમંત્રી નીતીશ કુમારજી સાથે પણ વાત થઈ છે. પ્રશાસન રાહત અને બચાવ કાર્યોમાં લાગ્યું છે અને પીડિતોને શક્ય તેટલી તમામ સહાય અપાઈ રહી છે.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસનાં 4 ઘર ધરાશાયી થઈ ગયા હતા. વિસ્ફોટના કારણે લગભગ 5 કિમીનો વિસ્તાર હચમચી ગયો હતો. બ્લાસ્ટ નવીન મંડલ અને ગણેશ મંડલના ઘરની વચ્ચે થયો છે. વિસ્ફોટ કોના ઘરે થયો છે એ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. કેટલાક લોકો આઝાદ કહી રહ્યા છે. કેટલાક લોકો નવીન અને ગણેશનું નામ લઈ રહ્યા છે. પોલીસને કાટમાળમાંથી 5 કિલો દારૂગોળો અને મોટી સંખ્યામાં લોખંડની ખીલીઓ મળી છે.
થોડા દિવસ પહેલાં IBએ પણ ભાગલપુર પોલીસને એલર્ટ કરી હતી. બ્લાસ્ટનો ભોગ ઘણાં ઘર બન્યાં છે, આ કારણે આ મામલો શંકાસ્પદ પણ લાગી રહ્યો છે. પોલીસ બોમ્બબ્લાસ્ટના એન્ગલની પણ તપાસ કરી રહી છે.
ઘાયલોની સરવાર ભાગલપુરની માયાગંજ હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધરાશાયી થયેલા મકાનોના કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. વિસ્ફોટ દરમિયાન હાજર પાડોશી નિર્મલ સાહ ઉર્ફે લડ્ડૂએ જણાવ્યું કે પરિવારના તમામ સભ્ય ખાવાનું ખાઈને ઘરમાં સૂઈ રહ્યા હતા. એ પણ ઘરની બહાર બેઠા હતા, ત્યારે મોટા અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ પછી ઘરમાં જોવા માટે જેવા લોકોએ અંદર જવાના શરૂ કર્યું કે ઘર પડવા લાગ્યાં હતાં. પરિવારના તમામ સભ્યો કાટમાળમાં દબાઈ ગયા હતા. ઘટનાસ્થળે ખૂબ જ ધમાડો થવાથી કંઈ દેખાતું નહોતું. લોકોને તાત્કાલિક ઈ-રિક્ષાથી માયાગંજ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ડર છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શબ-એ-બારાત માટે ઘરમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યાં હતા. ઘાયલ નિર્મલે પણ આ વાતની પુષ્ટિ કરી છે. DIG સુજીત કુમારે કહ્યું છે કે FSLની ટીમ તપાસ કરી રહી છે. તે પછી સ્પષ્ટ થશે કે આ કેવા પ્રકારનો વિસ્ફોટ હતો.
SSP બાબૂરામે જણાવ્યું કે અત્યાર સુધીમાં 5 લોકોના શબ મળી ગયા છે. ઘટનામાં ઘાયલ 11 લોકોની સારવાર ચાલી રહી છે. ફટાકડાના મટિરિયલના કારણે પણ બ્લાસ્ટ થયો હોય તેવું બની શકે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, પીડિત પરિવારોમાંથી એક પરિવાર ફટાકડા બનાવવું કામ કરતો હતો. તેના ઘરમાં પહેલા પણ બ્લાસ્ટની ઘટના બની હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને FSLની ટીમના નિરિક્ષણ પછી સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
કોલકાતામાંથી બેની ધરપકડ થઈ હતી
તાજેતરમાં જ ભાગલપુરના બે વ્યક્તિની વિસ્ફોટક સામાનની સાથે કોલકાતા પોલીસે ધરપકડ કરી હતી. તેને લઈને ભાગલપુરમાં ઘણી જગ્યાએ રેડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ IBની ટીમે ભાગલપુર પોલીસને એલર્ટ કરી હતી. થોડા દિવસો પહેલા જ ભાગલપુરના નાથનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર બોમ્બ મળ્યો હતો. તે પછી નાથનગર રેલવે સ્ટેશનની નજીક રેલવે ટ્રેકના કિનારે જોરદાર બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!