આલે લે / અમદાવાદમાં ચોરીનો બન્યો વિચિત્ર બનાવ, જુઓ ચિંડીચોરે ATM માંથી પૈસા નહિ પરંતુ આ વિચિત્ર વસ્તુ લઈને ફરાર

ટોપ ન્યૂઝ અમદાવાદ

સામાન્ય રીતે એ.ટી.એમ ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જો કે શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં ચોરીનો વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. એટીએમમાંથી ગઠિયો રૂપિયા નહિ પરંતુ ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ વિચિત્ર ઘટના સામે આવતા પોલીસ અને બેંક સ્ટાફ પણ વિચારમાં પડ્યો છે.

પરિમલ ગાર્ડન પાસે આવેલ ધી કાલુપુર કોમ. કો.ઓ.બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા તારક પરીખે એલિસબ્રીજ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, ગત 24મી જાન્યુઆરીએ જ્યારે બેંકમાં હાજર હતા ત્યારે બે ગ્રાહક તેમની પાસે આવ્યા હતા. બંને ગ્રાહક એટીએમમાં આવેલ ડ્રોપ બોક્સમાં ચેક નાખ્યા હોવા છતાં તેમના ચેક ક્લિયર થયા ના હોવાની ફરિયાદ કરી હતી.

બે ફરિયાદ મળતા બેંકના કર્મચારી સાથે વાત કરતા આવા કોઇ ચેક જ નહી આવ્યાનું સામે આવ્યું હતું. જેથી શંકા જતા બેંકના સ્ટાફે સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું કે, બે ગઠીયાઓ એટીએમ સેન્ટરમાં રહેલા ડ્રોપ બોક્ષમાંથી ચેક ઉઠાવી રહ્યા હતા. ખાસ સાધન વડે ડ્રોપ બોક્ષ ખોલીને તેમાં રહેલા ચેકની ચોરી કરી રહ્યા હોવાનું સામે આવતા જ બેંક તો સાવધ થઇ જ હતી પરંતુ આ ઠગાઇનો નવો અને વિચિત્ર કિસ્સો પણ સામે આવતા બેંક ચોંકી ઉઠી હતી. હાલ તો આ ટ્રાન્ઝેક્શન અંગે બેંક તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત પોલીસે પણ આ ગઠીયાઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.