એ..એ..એ.. કર્યુ ત્યાંતો આવી / સુરતમાં મહિન્દ્રા ‘થાર’ ગાડીમાં થયું એવું કે જુઓ ડાઇરેક્ટ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને પલ્ટી મારી : જુઓ કાળજું કંપાવતો વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરતના કતારગામ વિસ્તારમાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. કતારગામ પોલીસ સ્ટેશન પાસે સર્કલ પર દોડતી લક્ઝુરિયસ જીપનું સ્ટીયરિંગ લોક થઈ જતાં એ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યાર બાદ જીપ દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. જીપ જ્યાં ધડાકાભેર અથડાઈ ત્યાં નજીકમાં ત્રણ યુવક ઊભા હતા, તેમનો બચાવ થયો હતો.

આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સુરતના કતારગામ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે એક એવો અકસ્માત થયો, જેને જોઈને લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. કતારગામ પોલીસ સ્ટેશન પાસે લક્ઝુરિયસ જીપ સર્કલ પર આવ્યા બાદ ગાડીનું સ્ટીયરિંગ લોક થઈ જતાં અચાનક એ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં જઈ દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત થતાંની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઈવર સહિત બેને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના પોલીસ સ્ટેશન નજીક સર્કલ ફરીને મેઇન રોડ પર આવતી ગાડીનું સ્ટીયરિંગ અચાનક લોક થઇ જતાં એ સામેની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

દુકાન પાસે ત્રણ યુવક ઊભા હતા તે માંડ માંડ બચ્યા હતા અને કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. ગાડીનો અકસ્માતનો ધડાકાભેર અવાજ સ્થાનિક લોકો સાંભળતાં જ દોડી આવ્યા હતા અને તેમણે તાત્કાલિક ગાડીમાં રહેલા ડ્રાઈવર સહિત બેને તાત્કાલિક બહાર કાઢવાની કામગીરી કરી હતી. જોકે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

જીપનું સ્ટીયરિંગ લોક થઈ જતાં અકસ્માત થયો હોવાનું ગાડીના ડ્રાઈવરનું કહેવું છે, પણ જે પ્રકારે અકસ્માત થયો હતો એને લઈને સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ સમગ્ર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જે રીતે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. અત્યાધુનિક આ ગાડીનું સ્ટીયરિંગ એવું તે કેવી રીતે લોક થઈ ગયું, જેને લઈને આકસ્માત થયો. જોકે કોઈનો જીવ જોખમમાં મુકાયો નથી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/07/10-new_1649329573/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.