તારક મેહતાના ફેન્સ માટે સારા સમાચાર / ‘દયાબેન’ ના આ photos જોઈને ચાહકોની આંખો પહોળી થઈ, જાણો આખરે શું છે વાત…

બોલિવૂડ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી ટેલિવિઝનની દુનિયામાં છવાયેલો શો છે. શોના એક એક પાત્ર લોકોના હ્રદય પર રાજ કરી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક કલાકાર તો એવા છે જેમણે વર્ષો પહેલા શો છોડ્યો છે છતાં ચાહકોની તેમના પ્રત્યેની દીવાનગી ઓછી થતી નથી. આવું જ એક પાત્ર છે દયાબેન. જેનો કોમિક અંદાજ શો છોડ્યાના 4 વર્ષ બાદ પણ લોકોના માનસપટલ પર છવાયેલો છે. આ પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણીને લઈને લોકોમાં એટલો ક્રેઝ છે કે તેના અંગત જીવન ઉપર લોકોની નજર રહેતી હોય છે. હવે દિશાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં તે બેબી બંપ સાથે જોવા મળે છે.

તસવીરોએ આપ્યા ખુશખબર
હકીકતમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા ફેન્સ પેજ દ્વારા શેર કરાયા છે જેમા દિશા વાકાણીનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળે છે. તે તેના સગા વ્હાલા સાથે ઊભેલી જોવા મળે છે. તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે તે પ્રેગનેન્ટ છે. આ તસવીરો સામે આવતા જ લોકો દિશાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કોઈ તેને ડિલિવરી ડેટ વિશે પૂછે છે તો કોઈ તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી રહ્યા છે. જુઓ આ તસવીરો….

શું છે આ તસવીરોની સચ્ચાઈ?
જો કે આ પોસ્ટ કે તસવીરોથી એ ક્લિયર નથી થતું કે આ ફોટા જૂના છે કે લેટેસ્ટ. પરંતુ લોકોને આ તસવીર પર એટલા માટે પણ વિશ્વાસ થઈ રહ્યો છે કારણ કે લાંબા સમયથી દિશાની કોઈ નવી તસવીર સામે આવી નથી. આ સાથે જ તેણે પોતાના કો-સ્ટાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની પુત્રીના લગ્નમાં પણ સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો. હવે ફેન્સ એવું માની રહ્યા છે કે દિલીપ જોશીની પુત્રીના લગ્નમાં દિશા પ્રેગનન્સીના કારણે પહોંચી નહતી. પરંતુ હવે આ અંગે દિશાનું કોઈ પણ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી.

શું ફરીથી માતા બનવા જઈ રહી છે દિશા વાકાણી?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયા બેન એટલે કે દિશા વાકાણીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. આ ફોટોમાં દિશાની સાથે તેનો પતિ પણ જોવા મળી રહ્યો છે. આ ફોટો જોઈને સ્પષ્ટ થાય છે કે દિશા પ્રેગ્નન્ટ છે. આ ફોટો જોઈને તેના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે અને ડિલિવરીની ડેટ પૂછી રહ્યા છે.

2017માં બની હતી પુત્રીની માતા
અત્રે જણાવવાનું કે દિશાએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો. દિશા વાકાણીની જગ્યાએ મેકર્સે હજુ સુધી શોમાં અન્ય કોઈ અભિનેત્રીને દિશાની જગ્યા આપી નથી. આ બધા વચ્ચે દિશાની અનેકવાર તેની પુત્રી સાથેની તસવીરો સામે આવી ચૂકી છે.

2017થી શોથી ગાયબ છે દિશા
ઉલ્લેખનીય છે કે દિશા છેલ્લા ઘણા સમયથી આ શોમાં જોવા નથી મળી રહી. 2017માં દીકરીના જન્મ બાદથી તેને આ શો છોડી દીધો હતો. ઘણી વખત શોમાં તેની વાપસીના સમાચાર પણ સાંભળવા મળ્યા હતા. દિશા વાકાણીની જગ્યાએ મેકર્સે હજુ સુધી શોમાં અન્ય કોઈ અભિનેત્રીને દિશાની જગ્યા આપી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.