સોમવારે કરો આ સરળ કાર્ય, ભગવાન શિવ ખુશીઓથી ભરી દેશે જોલી, વેદના માંથી મળશે રાહત

રાશિફળ

પુરાંતન કાળ થી માનવામાં આવે છે કે દેવી-દેવતાઓ ને પ્રસન્ન કરવા માટે સાચી શ્રદ્ધા થી એક પુકાર જ કાફી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની શિવલિંગ પર જળ ચઢવામાં આવે તો ભગવાન શિવ ખુબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના જીવનમાં રહેલા દુઃખ દૂર થાય છે.

ભગવાન ભોલેનાથ ની ઉપાસના માટે સોમવાર નો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સોમવારના દિવસ માટે અમુક માહિતી આપવામાં આવી છે. જો સામે સાચી શ્રદ્ધા થી આ ઉપાય કરો છો તો ભગવાન શિવ તમારા પર સંદેવ પ્રસન્ન થાય છે. અનેતમારા જીવનમાં ખુશીઓ ની લહેર આવે છે.

સોમવાર ના દિવસે કરો આ અગત્યના ઉપાયો

ઉત્તર દિશા તરફ તમારું મોઢું રાખી ભગવાન ભોલેનાથ ની પૂજા કરો : શાસ્ત્રો માં પણ એવું જાણવામાં આવ્યું છે કે સોમવારના દિવસે ઉત્તર દિશામાં તમારા ચેહરો રાખી ભગવાન ભોલેનાથ ની પૂજા કરવી જોઈએ. દર સોમવારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તેનાથી તમને ઈચ્છિત ફળ જરૂર મળશે.

સોમવારના દિવસે ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ અવશ્ય કરો. આ મંત્ર નો જાપ તમે 21, 51 અથવા 108 વાર તમારી શ્રધ્ધા અને ક્ષમતા પ્રમાણે કરવો જોઈએ. આ મંત્ર ના જાપથી તમને યોગ્ય લાભ જરૂર થશે.

ભગવાન શિવની શિવલિંગનો અભિષેક કરો
ભગવાન ભોલેનાથ ની ઉપાસના માટે સોમવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે દૂધમાં ખાંડ ભેળવી શિવલિંગનો અભિષેક અવશ્ય કરો. આ ઉપાય કરવાથી કોઈ પણ વ્યક્તિ ને માનસિક તનાવ માંથી મુક્તી મળશે તથા ધંધા માં પ્રગતિ મળશે.

દર સોમવારે પંચામૃતથી શિવલિંગ નો અભિષેક નિયમિત કરવો જોઈએ. પરંતુ યાદ રાખો પંચામૃત ની અંદર તુલસી ના પાંદડા ન નાખો કારણ કે ભગવાન ભોલેનાથ ની ઉપાસનામાં તુલસી ના પાંદડા નો ઉપયોગ થતો નથી. જો તમે પંચામૃતથી શિવલિંગ નો અભિષેક નિયમિત કરો છો તો તમને બધી બીમારીઓ માંથી મુક્તી મળશે.

પૈસાને લગતી સમસ્યાઓ દૂર કરવા
તમારા જીવન માં રહેલી પૈસાને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે સોમવાર ના દિવસે દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રમ નો પાઠ અવશ્ય કરવો જોઈએ.તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિને મજબૂત બનાવવા માટે

પ્રાચીન માન્યતા અનુસાર સોમવારના દિવસે ભગવાન ભોલેનાથ ની સાથે જ ચંદ્ર ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે.

તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિને મજબૂત બનાવવા માટે ચંદ્રશેખર અષ્ટક સ્તોત્રમ નો પાઠ અવશ્ય કરવો જોઈએ. અને સોમવારના દિવસે ઉત્તર દિશા તરફ તમારું મુખ રાખી ભગવાન ભોલેનાથ ના શિવ રક્ષા સ્ત્રોત પાઠ કરો. આ ઉપાય કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. અને દરેક પ્રકારના ભય દૂર થાય છે.

ભગવાન ભોલેનાથ ને બધા દેવી-દેવતાઓ માં સૌથી નિર્દોષ માનવામાં આવે છે. તેના લીધે જ તેને ભોલેનાથ પણ કહેવામાં આવે છે.

જો તમે સાચી શ્રદ્ધા થી ભગવાન શિવની પૂજા થતા ઉપરના બધા ઉપાયો કરો છો તો ભગવાન શિવ તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા જીવન માં રહેલી તથા આવતી બધી સમસ્યાઓ દૂર થાય છે. ઉપરોક્ત ઉપાય કરવાથી તમને જરૂર લાભ થશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.