રાજકોટમાં ટ્રક-ડ્રાઇવરે કાબુ ગુમાવતા માત્ર ત્રણ સેકન્ડમાં જ કચ્ચરઘાણ થયો, વિડિઓ જોઈને તમારા શ્વાસ થંભી જશે : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં લોખંડની પાઇપ ભરીને જતી ટ્રક અચાનક પલટી મારી જતાં ડિવાઇડર સાથે ધડાકભેર અથડાઈ હતી, જેને પગલે લોખંડની પાઇપ રસ્તા પર ફેલાઈ ગઈ હતી અને ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ( વિડિઓ નીચે આપેલો છે )

મળતી માહિતી અનુસાર, રાજકોટના શહેરના કાલાવડ રોડ પર MTV હોટલ નજીક એક ટ્રક મોટા પ્રમાણમાં લોખંડની પાઇપ ભરી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ ટ્રક-ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર લાગેલા વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

તેમજ રસ્તા પર પલટી મારી ગયો હતો. જેને પગલે ઠેર-ઠેર ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. તેમજ ટ્રકમાં લોડ કરેલી લોખંડની પાઇપ રસ્તા પર ફેલાઈ જાય છે. જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી.

તેમજ અકસ્માતને પગલે સર્જાયેલા ટ્રાફિકને હળવો કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યું છે કે, આ અકસ્માતમાં ટ્રક-ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ટ્રક-ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.