માં મોગલના ચમત્કારના પરચા અત્યાર સુધીમાં હજારો લોકોને મળી ચૂક્યા છે. ભક્તો જ્યારે શ્રદ્ધાથી માતાને યાદ કરે છે ત્યારે તેની ચિંતાઓનો અંત થઈ જાય છે. લાખો ભક્તોના દુઃખ હરનારી માતા મોગલ મુશ્કેલમાં મુશ્કેલ સ્થિતિમાં પણ ભક્તની સહાય માટે હાજરાહજૂર રહે છે. માતા મોગલ ના આશીર્વાદ થી અનેક ની સંતાન દંપત્તિઓને પણ ખોડાનો ખુંદનાર મળ્યો છે.
આમ તો માતા મોગલના ચમત્કારના કિસ્સાઓ ઘણા બધા છે. પરંતુ તાજેતરમાં જ એક ચમત્કારિક કિસ્સો એકદમ દંપતી સાથે બન્યો તે જાણવા જેવો છે. રજાઓમાં એક દંપત્તિ દીવ ફરવા માટે ગયું હતું. તેમણે પોતાની સાથે 15 હજાર રૂપિયા રાખ્યા હતા. આ પંદર હજાર ભરેલું પર્સ અજાણતા જ ક્યાંક ખોવાઈ ગયું. પૈસાની જરૂર પડતા જ્યારે દંપતિએ પર્સ શોધ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે 15,000 રૂપિયા ક્યાંક ખોવાઈ ગયા છે.
પર્સ ખોવાયાની વાત જાણીને દંપતી ચિંતાતુર થઈ ગયું. આ દંપતી માતા મોગલ માં ખૂબ જ શ્રદ્ધા ધરાવતું હતું. તેથી મહિલાએ મનોમન માતા મોગલ ને યાદ કરીને માનતા રાખી કે તેમનું પર્સ 24 કલાકમાં તેમને મળી જશે તો તેમાં રહેલા રૂપિયા તે માતાના મંદિરે દાન કરી દેશે.
મહિલાએ માનતા રાખી તેને ગણતરીની જ કલાકો થઈ હતી અને તેમને તેમનું પર્સ પરત મળી ગયું. અચાનક જ દંપતીને અમદાવાદના એક વ્યક્તિએ પર્સ માટે સંપર્ક કર્યો. આ વ્યક્તિએ ઈમાનદારી દાખવીને દંપત્તિને 15000 રૂપિયા અને પર્સ પરત આપ્યું. માતા મોગલ નો પરચો જોઈને આ દંપતી ખુશખુશાલ થઈ ગયું.
માતાની માનતા પૂરી કરવા માટે દંપતી સીધા જ કાબરાઉ પહોંચ્યા. તેમણે અહીં મણીધર બાપુને 15 હજાર રૂપિયા આપ્યા અને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. માતા મોગલ પર વિશ્વાસ રાખવાથી તેમની સાથે જ ચમત્કાર થયો તે સાંભળીને અન્ય ભક્તો પણ ગદગદ થઈ ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો