શું અમેરિકામાં પણ બબાલ? / સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમ સ્વરૂપ સ્વામીને અમેરિકામાં પણ કડવો અનુભવ, જુઓ ભક્તો દ્વારા જ એવું કરાયું કે જાણીને તમે પણ કાન પકડશો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામીનું અમેરિકાની ધરતી પર હળહળતું અપમાન થયું હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા છે. અમેરિકાના સોખડા સ્વામિનારાયણ સંચાલિત મંદિરે પ્રેમસ્વરૂપ સ્વામીને દર્શન ન કરવા દેતાં વિવાદ વકર્યો છે. અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામી દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં બાઉન્સરોએ અટકાવ્યા હતા.

અમેરિકામાં પણ સામેના જૂથના સત્સંગી સહિતના બાઉન્સરોએ દર્શન માટે અટકાવતા ફરી મંદિરની જૂથબંધી સામે આવી છે. અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન થતાં તેમણે રસ્તા પરથી જ દંડવત કરી સંત નિર્ધારિત સત્સંગ સમારોહમાં પહોંચ્યા હતા. અગાઉ વડોદરા સોખડા હરિધામ મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા, તેનો પડઘો અમેરિકામાં પડ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક અનુગામી અને યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી અમેરિકાની ધર્મ યાત્રાએ આવ્યા છે. આ ધર્મ યાત્રા દરમિયાન પ્રેમસ્વરૂપ સ્વામી ન્યૂ જર્સી સ્થિત આવેલ મંદિરે પધાર્યા હતા. પરંતુ પ્રેમસ્વરૂપ સ્વામી અને ભક્તોને દર્શન કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.

અમેરિકાના ન્યુ જર્સી મંદિરમાં શિલાન્યાસથી માંડીને નિર્માણના દરેક તબક્કે પ્રેમ સ્વરૂપ સ્વામીનું યોગદાન રહેલું છે. ત્યારે હવે તે જ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ભક્તોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી જાહેર રસ્તા પરથી દંડવત કરી દર્શન કરી રહ્યા છે, જેને કારને અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *