અરે બાપરે / 24 વર્ષના છોકરાને થયો મિત્રની ભાભી સાથે પ્રેમ, પરિણીત પ્રેમિકાને પામવા કર્યુ એવું હીચકાર્યું કૃત્ય કે જાણીનીએ તમારા રુવાડા ઉભા થઇ જશે

અજબ ગજબ

24 વર્ષના એક છોકરા પર પરિણીત મહિલા સાથે પ્રેમનું એવું જુનૂન ચડ્યું કે તેણે પ્રેમિકાને પામવા માટે તેના પતિને જ ઠેકાણે લગાવી દીધો. આ ઘટના મધ્ય પ્રદેશના જબલપુરની છે, જ્યાં ગાઝિયાબાદથી આવેલા યુવાને પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને એક ટેટ્ટૂ આર્ટિસ્ટની ગોળી મારીને હત્યા કરી નાખી.

એક અઠવાડિયાની અંદર જ પોલીસે હત્યાની તમામ કડીઓ જોડીને ગાઝિયાબાદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી. આરોપી મૃતકના ભાઈનો મિત્ર હતો. આમ મિત્રની ભાભી સાથે અફેરમાં તેનાપતિનું કાસળ કાઢી નાંખ્યું હતું.


જબલપુરના ગઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા થયેલી ટેટ્ટૂ આર્ટિસ્ટ અંકિત ચંડોકની હત્યાના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. મૃતક અંકિતની પત્નીના આડા સંબંધોએ તેની હત્યા કરાવી દીધી. જો કે પોલીસે પોતાની તપાસમાં દાવો કર્યો છે કે અંકિતની પત્નીની આ હત્યાકાંડમાં કોઈ જ ભૂમિકા નહોતી.

ગાઝિયાબાદ નિવાસી પ્રેમી ઉત્કર્ષ મિશ્રાએ તેને પામવા માટે પોતાના બંને સાથીઓ સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ હત્યાકાંડમાં પોલીસે યૂપીના ગાઝિયાબાદના 24 વર્ષના ઉત્કર્ષ મિશ્રાની સાથે 30 વર્ષના મયંક અગ્રવાલ અને 24 વર્ષના શિવમ છલેરિયાની પણ ધરપકડ કરી છે.

પોલીસે ઘટનામાં વાપરવામાં આવેલી વેગનઆર કાર પણ જપ્ત કરીને આરોપીઓએ ઘટનામાં જેનો ઉપયોગ કર્યો હતો એ દેસી પિસ્ટલ પણ મેળવી લીધી છે. પોલીસના પ્રમાણે, ઉત્કર્ષ મિશ્રાની મૃતક અંકિતની પત્ની સાથે વર્ષ 2018માં જબલપુરમાં એક કાર્યક્રમમાં થઈ હતી. જે ધીમે ધીમે પ્રેમ સંબંધોમાં બદલાઈ ગઈ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.