VVIP લગ્ન સામે વાંધો / સુરતમાં જાણીતા બિલ્ડર એવા ‘લવજી બાદશાહ’ની દીકરીના ભવ્ય લગ્નમાં એવો માહોલ ઉભો કર્યો કે શું કોરોનાને કારણે તંત્ર કડક કાર્યવાહી કરશે? : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

ઉદ્યોગપતિ લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં સમારોહમાં મહેમાનોના ટોળેટોળાં ઉમટ્યા, ખાતીરદારી કરવા પોલીસ પણ ખડેપગે, કોરોના નિયમોનો સરેઆમ ઉલાળિયો

એક તરફ દેશમાં કોરોનાએ માથુ ઉંચક્યું છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે કડક નિયમો લગાવ્યા છે. લગ્ન સમારોહમાં 150 લોકો ની મંજૂરી હોવા છતાં, બિલ્ડર લવજી બાદશાહ (Lavji badshah) ની દીકરીના લગ્નમાં હજારોની ભીડ ઉમટી હતી. સાથોસાથ સરકારી જાહેરનામાના ધજાગરા ઉડાવ્યા હતા. સુરત (Surat) ના મોટા વરાછા (Mota Varachha) વિસ્તારના ગોપીન ફાર્મ (Gopin Farm) ખાતે કરોડોના ખર્ચે ભવ્ય લગ્ન આ સમારોહનું આયોજન થયું હતું.

આટલું જ નહીં આ લગ્ન સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. તસવીરોમાં આ કોઈ પણ ના ચહેરા ઉપર માસ્ક દેખાતું નથી. જો સામાન્ય વ્યક્તિ માસ વગર દેખાય, તો ત્યાં ને ત્યાં દંડ વસૂલતી પોલીસ, આ લગ્ન સમારોહમાં જાહેરનામાના ધજાગરા ઉદરનાર સામે કડક કાર્યવાહી કરવાને બદલે, મૂકપ્રેક્ષક બની છે. આ ભવ્ય લગ્નોત્સવમાં મંત્રીઓ અને નેતાઓએ પણ કોરોના ગાઇડલાઈન્સના ધજાગરા ઉડાવ્યા હતા. આટલું જ નહિ, આ દરેક નેતા અને મંત્રીના માસ્ક વગર ફોટા પડાવતા પણ નજરે ચડ્યા હતા.

એક તરફ સુરત સહિતના વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસની નિષ્ક્રીયતાને પગલે કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડી રહ્યા છે. સુરતમાંથી એક સાથે અનેક સ્થળેથી કોરોના નિયમને ઘોળીને પી જનારાના દ્રષ્યો સામે આવ્યા છે.

શા માટે ઉદ્યોગપતિઓના લગ્ન સમારંભમાં પોલીસ જોયા કરે છે અને સામાન્ય માણસના લગ્ન પ્રસંગ માં કડક કાર્યવાહી કરે છે? આ લગ્નમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી જુતુ વાઘાણી સહીત અનેક રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ ઉદ્યોગપતિના લગ્નમાં સુરત પોલીસ પણ નતમસ્તક
સુરતમાં જાણીતા બિલ્ડરને ત્યાં જામધૂમથી લગ્ન સમારોહ યોજાયો હતો. ઉદ્યોગપતિ લવજી બાદશાહની પુત્રીના લગ્નમાં સમારોહમાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા સ્પષ્ટ જોવા મળ્યા હતાં. લવજી બાદશાહને ત્યાં મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી આપી હતી. આથી સવાલો થઇ રહ્યાં છે શું સુરત પોલીસને આ શાહી લગ્ન દેખાતા નથી. નિયમો ઘડતા અધિકારીઓ પણ લગ્નમાં હાજર રહ્યાં હતાં. સામાન્ય માણસના ઘરે લગ્નમાં પોલીસ દરોડા પાડે છે. આમ જોઇએ તો સામાન્ય માણસોને દંડ ફટકારતી સુરત પોલીસ બંદોબસ્તમાં જોવા મળી હતાં. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય-મેયર પણ લગ્નની વ્યવસ્થામાં જોતરાયા હતાં. લગ્ન સ્થળે પોલીસની ગાડીનું સતત પેટ્રોલીંગ પણ થતું જોવા મળ્યુ હતું.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ લગ્ન સમારોહમાં આશરે ચાર હજારથી વધુ લોકો ભેગા થયા હતા. એક તરફ કોરોના ના કેસ વધતા, સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ દરમિયાન અન્ય કડક નિયમો લાદવામાં આવ્યા છે. ત્યારે નેતાઓ અને મંત્રીઓ જ આ કોરોના ગાઇડલાઈન્સના ધજાગરા ઉડાવતા લોકોમાં રોષ અને ચર્ચાનો વિષય બન્યો છે. શું ફકત નિયમો સામાન્ય જનતા માટે જ છે? શું દંડ પણ સામાન્ય વ્યક્તિને જ ભરવાનો? શું કોરોનની ગાઇડલાઈન્સનું પાલન સામાન્ય લોકોએ જ કરવાનું?

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=3159936714325188 )

VS24 News ના સળગતા સવાલ : સુરત પોલીસ કેમ આ લગ્નમાં જોતરાઇ ? સુરત પોલીસને નથી જણાતી ગાઇડલાઇન ? લવજી બાદશાહની છોકરીના શાહી લગ્ન, ઉદ્યોગપતિને નથી લાગતા કોરોનાના નિયંત્રણો? લવજી બાદશાહને ત્યા મોટી સંખ્યામાં મહેમાનો
સુરત પોલીસને નથી દેખાતા આ શાહી લગ્ન? નિયમો ઘડતા અધિકારીઓ પણ લગ્નમાં હાજર, સામાન્ય માણસના ઘરે લગ્નમાં પોલીસના દરોડા, સતત પોલીસ પેટ્રોલીંગ પણ જોવા મળ્યું શા માટે કોઈ કાર્યવાહી નહીં?

આ લગ્ન ગોપીન ફાર્મ(Gopin Farm)માં ધામધૂમ પૂર્વક અને રાજાશાહી ઠાઠની જેમ યોજવામાં આવ્યા હતા. સાથે જ દીકરીના લગ્નનું રીસેપ્શન ગોપીન ફાર્મમાં જ યોજવામાં આવ્યું હતું.જણાવી દઈએ કે, લવજી ડાલિયાની દીકરી ગોરલ ડાલિયાના લગ્ન મયુર અજમેરા સાથે થયા હતા. ખુબ જ ધામધૂમ પૂર્વક યોજાયેલા આ લગ્ન 22 જાન્યુઆરીના રોજ મોટા વરાછાના અબ્રામાં રોડ પર આવેલા ગોપીન ફાર્મમાં યોજવામાં આવ્યા હતા.

આ શાનદાર અને આલીશાન રીતે યોજાયેલા લગ્નના આયોજનમાં લવજી બાદશાહ અને કૈલાસબેનની દીકરી ગોરલ ડાલિયા અને સંજયભાઈ અજમેરાનો દીકરો મયુર અજમેરા લગ્નના તાંતણે બંધાયા હતા.

આ લગ્નમાં સંગીત સંધ્યા અવધ ઉતોપિયામાં યોજવામાં આવેલ હતી. આ લગ્ન દરમિયાન સાંજ સંધ્યામાં લોકગાયક ઓસમાન મીર હાજર રહ્યા હતા.

સુરતમાં કોરોના ગાઈડલાઇન ભંગના 3 બનાવ પોલીસને કેમ દેખાતા નથી?
જેમાં સુરતના મોટા વરાછામાં કોરોના વચ્ચે સોમવારી બજાર ભરાતા ટોળેટોળા ઉમટી પડ્યા હતા.આ સીવાય લીંબાયત વિસ્તારમાં બર્થડેની જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો.તો બીજી તરફ સુરતના જાણીતા બિલ્ડરને ત્યાં ધામધૂમથી લગ્ન સમારોહ યોજાયો હતો. ઉદ્યોગપતિ લવજી બાદશાહની પુત્રીના લગ્નના સમારોહમાં કોરોના ગાઇડ લાઇનના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.જ્યા નિયમો ઘડતા અધિકારીઓ, પૂર્વ ધારાસભ્ય-મેયર સહિત અન્ય મહેમાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.જેથી કોરોના ગાઈડલાઈનને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.